ભારત વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલથી વંચિત
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
14, ઓક્ટોબર 2026  |   3267


અમેરિકાના લાસ વેગાસમાં ચાલી રહેલી અંડર-૨૩ વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપ માટે નવ ભારતીય કુસ્તીબાજાેને વિઝા આપવાનો ઇનકાર કરવા પર વિવાદ ફાટી નીકળ્યો છે. રેસલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાના પ્રમુખ સંજય સિંહે યુએસ એમ્બેસી પર નિશાન સાધતા કહ્યું કે નવ કુસ્તીબાજાેને વિઝા આપવાનો ઇનકાર કરવાથી ભારતની મેડલ તકોને નુકસાન થયું છે. 

બે કુસ્તીબાજાે ગોલ્ડ મેડલ માટે મજબૂત દાવેદાર હતા. સંજય સિંહના જણાવ્યા અનુસાર, યુએસ એમ્બેસીએ ગ્રીકો-રોમન અને મહિલા કુસ્તીબાજાેની શ્રેણીમાં નવ ભારતીય કુસ્તીબાજાેને વિઝા આપવાનો ઇનકાર કર્યો હતો. તેમનો દાવો છે કે કુસ્તીબાજાેની ઉંમર ૨૦ વર્ષથી ઓછી અને પૂર્ણ-સમયની નોકરીનો અભાવ હોવાથી વિઝછા આપવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો. સંજય સિંહે ે જણાવ્યું હતું કે, યુએસ એમ્બેસીએ નવ ભારતીય કુસ્તીબાજાેના વિઝા એટલા માટે નકારી કાઢ્યા હતા કે તેઓ બેરોજગાર હતા. ટુર્નામેન્ટના ઇતિહાસમાં આવું પહેલી વાર બન્યું છે.” યુનાઇટેડ વર્લ્ડ રેસલિંગના પ્રમુખે પણ તેમને આ બાબતે પત્ર લખ્યો હતો. વિઝા નકારવા બદલ યુએસ એમ્બેસી સંપૂર્ણપણે દોષિત છે, પરિણામે, ભારતે ગોલ્ડ મેડલ ગુમાવ્યા. ભારતની પુરુષ ફ્રીસ્ટાઇલ ટીમના તમામ ૧૦ રેસલરોને ચેમ્પિયનશિપ માટે લાસ વેગાસ જવાની પરવાનગી આપવામાં આવી હતી. ગ્રીકો-રોમન અને મહિલા રેસલિંગ કેટેગરીમાં નવ રેસલરોને વિઝા નકારવામાં આવતા ભારતીય અભિયાનમાં અવરોધ ઉભો થયો હતો. મહિલા સ્પર્ધાઓ ૧૪-૧૬ ઓક્ટોબર દરમિયાન યોજાઈ રહી છે, જ્યારે પુરુષોની ફ્રીસ્ટાઇલ સ્પર્ધાઓ ૧૬-૧૮ ઓક્ટોબર દરમિયાન યોજાશે.

વિઝા વિવાદ વચ્ચે, ભારતીય રેસલર વિશ્વજીત મોરેએ ગ્રીકો-રોમન શ્રેણીમાં ફાઇનલમાં પહોંચીને દેશ માટે આશાઓ જગાવી છે. તે લાસ વેગાસમાં અંડર-૨૩ વર્લ્ડ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચનાર પ્રથમ ભારતીય ગ્રીકો-રોમન રેસલર બન્યો. તેણે આ સ્તરે અગાઉ બે બ્રોન્ઝ મેડલ જીત્યા છે. મોરે દિવસની શરૂઆત મેક્સિકોના આઇઝેક મારિન માતાને ૧૦-૮થી હરાવીને કરી. ત્યારબાદ તેણે ક્વાર્ટર ફાઇનલમાં અંડર-૨૦ વર્લ્ડ ચેમ્પિયન આર્મીન શમશીપુરને ૮-૧થી હરાવ્યો. સેમિફાઇનલમાં, તેણે લાંબા રિવ્યૂ પછી રશિયાના મલિક ગિગીવને ૭-૪થી હરાવીને ૫૫ કિગ્રા ફાઇનલમાં પહોંચ્યો. હવે, મોરેનો સામનો જ્યોર્જિયાના કોબા કરુમિડ્ઝે સાથે થશે. ભારતીય રેસલર પાસે ગ્રીકો-રોમન કેટેગરીમાં અંડર-૨૩ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ ભારતીય બનવાની તક છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution