લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
27, જુન 2026 |
1881
ભારતીય મેન્સ હોકી ટીમે હ્લૈંૐ પ્રો લીગમાં તેના કટ્ટર હરીફ પાકિસ્તાનને ૭-૧થી કારમી હાર આપી. શુક્રવારે રાત્રે લંડનમાં ભારતીય ટીમ એક સમયે ૦-૧થી પાછળ ચાલી રહી હતી. પછી તેણે સતત ૭ ગોલ કરીને માત્ર શાનદાર કમબેક જ ન કરી, પરંતુ પાકિસ્તાનને મેચમાંથી સંપૂર્ણપણે બહાર કરી દીધું.
ટીમ ઈન્ડિયા તરફથી સુખજીત સિંહ (૨૦મી મિનિટ), હરમનપ્રીત સિંહ (૨૬મી મિનિટ), હાર્દિક સિંહ (૩૪મી મિનિટ), જુગરાજ સિંહ, અભિષેક (૪૧મી મિનિટ), રાજકુમાર પાલ (૪૪મી મિનિટ) અને દિલપ્રીત સિંહ (૫૪મી મિનિટ)એ એક-એક ગોલ કર્યા. પાકિસ્તાન તરફથી એકમાત્ર ગોલ અબુ મહમૂદ (૧૩મી મિનિટ)એ કર્યો. હવે ભારતીય ટીમ લંડન ચરણની તેની છેલ્લી મેચમાં રવિવારે ઇંગ્લેન્ડ સામે ટકરાશે.
પાકિસ્તાને ૧૩મી મિનિટે અબુ મહમૂદના પેનલ્ટી કોર્નર પર કરેલા ગોલથી લીડ બનાવી. જાેકે, ભારતે ઝડપથી જવાબ આપ્યો. ૨૦મી મિનિટે સુખજીત સિંહે હરમનપ્રીત સિંહના પેનલ્ટી કોર્નર પર આવેલા બોલને ડિફ્લેક્ટ કરીને સ્કોર ૧-૧ કરી દીધો.હાફ ટાઈમ પહેલાં ભારતીય ટીમે પાકિસ્તાન પર ૨-૧ની લીડ મેળવી લીધી. મેચની ૨૬મી મિનિટે કેપ્ટન હરમનપ્રીત સિંહે પેનલ્ટી કોર્નરને ગોલમાં ફેરવ્યો અને ભારતીય ટીમને આગળ કરી દીધી.મેચના ત્રીજા ક્વાર્ટરમાં ભારતે પોતાનો દબદબો વધુ વધાર્યો. ૩૪મી મિનિટે મળેલા પેનલ્ટી સ્ટ્રોક પર હાર્દિક સિંહે ગોલ કર્યો. આના તરત પછી પાકિસ્તાનના પેનલ્ટી કોર્નર નિષ્ફળ જતાં થયેલા વળતા હુમલામાં જુગરાજ સિંહે ચોથો ગોલ કર્યો.
૪૧મી મિનિટે અભિષેકે શાનદાર રિવર્સ હિટથી ભારતની લીડ ૫-૧ કરી દીધી. ૪૪મી મિનિટે સતત મળેલા પેનલ્ટી કોર્નર બાદ રાજકુમાર પાલે રીબાઉન્ડ પર ગોલ કર્યો. ૫૪મી મિનિટે દિલપ્રીત સિંહે મનદીપ સિંહના પાસ પર ગોલ કરીને ભારતની ૭-૧થી જીત સુનિશ્ચિત કરી દીધી.