લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
03, નવેમ્બર 2026 |
1782
હોર્મુઝ સ્ટ્રેટમાં ૨ નવેમ્બરે એક ભારતીય જહાજ પર હુમલો થયો હતો. તેમાં ગુજરાતના એક યુવકનું મોત થયું હતું. જહાજમાં સવાર અન્ય ૧૩ ભારતીયોને ઓમાનના કોસ્ટ ગાર્ડે સુરક્ષિત રીતે બચાવી લીધા હતા. મૃતકની ઓળખ ગાંધાર નાહીમ અઝીઝ તરીકે થઈ છે. જહાજના રજિસ્ટર્ડ માલિક પાસેથી મળતી માહિતી મુજબ, જહાજ ૩૧ ઓક્ટોબર ૨૦૨૬ના રોજ સંયુક્ત આરબ અમીરાતના હમરિયા બંદરેથી ગુજરાતના પોરબંદર તરફ રવાના થયું હતું. ઓમાનના લીમા બંદર નજીક આ જહાજ પર મિસાઈલથી હુમલો થયો. જહાજનું નામ MSV AL JUSUFI (BDI-1442) છે. મૃતક દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયામાં રહેતો ભારતીય ખલાસી હતો. હુમલા બાદ જહાજમાં આગ લાગી. ખલાસીઓએ જહાજ છોડીને રેસ્ક્યૂ બોટમાં આશરો લીધો. ઓમાન કોસ્ટ ગાર્ડે તેમને બચાવીને ઓમાનના સુરક્ષિત દરિયાકાંઠાના સ્થળે પહોંચાડ્યા. વિદેશ મંત્રાલયે કહ્યું કે વેપારી જહાજાેને નિશાન બનાવવાનું બંધ થવું જાેઈએ. આંતરરાષ્ટ્રીય દરિયાઈ માર્ગો પર જહાજાેની અવરજવર અને વેપાર કોઈપણ અવરોધ વિના ચાલુ રહેવા જાેઈએ.