/
ધન રાશિ ભવિષ્ય
  • ધનુ રાશી ભવિષ્ય

    ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે. ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે.

ભારતીય શેર બજાર લાલ નિશાન સાથે બંધ થયું, સેન્સેક્સ 17.43 તો નિફ્ટી 15.70 પોઈન્ટ ઘટ્યો

મુંબઈ-

સપ્તાહના બીજા દિવસે આજે (મંગળવારે) દિવસભરની ઉથલપાથલ પછી ભારતીય શેર બજાર સામાન્ય લાલ નિશાન સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ  17.43 પોઈન્ટ (0.03 ટકા) ઘટીને 58,279.48ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 15.70 પોઈન્ટ (0.09 ટકા)ના ઘટાડા સાથે 17,362.10ના સ્તર પર બંધ થયો છે. તો આ તરફ સૂત્રોથી મળતી માહિતી મુજબ, કાલે કેબિનેટ બેઠકમાં ટેલિકોમ સેક્ટર માટે રાહત પેકેજ પર વિચારની શક્યતા છે. ટેલિકોમ COs માટે સ્પેટ્રમ છૂટની જોગવાઈ છે. બેન્ક ગેરન્ટી ઘટાડવા પર પણ વિચાર થવાની શક્યતા છે. આ ઉપરાંત ફેઝ આઉટ લિવાઈઝમાં પણ છૂટની સંભાવના છે. 

આજે સૌથી વધુ ઉંચકાયેલા 5 શેર્સની વાત કરીએ તો, ભારતીય એરટેલ 2.44 ટકા, એચડીએફસી 2.59 ટકા, ગ્રેસિમ 1.53 ટકા, આઈટીસી 1.17 ટકા, ઈન્ડસઈન્ડ બેન્ક 0.94 ટકા ઉંચકાયા છે. જ્યારે સૌથી વધુ ગગડેલા 5 શેર્સની વાત કરીએ તો, સન ફાર્મા -1.83 ટકા, બીપીસીએલ -1.80 ટકા, હિન્દલ્કો -1.48 ટકા, એક્સિસ બેન્ક -1.62 ટકા, વિપ્રો -1.78 ટકા ગગડ્યા છે. સપ્તાહના બીજા દિવસે આજે દિવસભરની ઉથલપાથલ પછી ભારતીય શેર બજાર સામાન્ય લાલ નિશાન સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે સેન્સેક્સ 17.43 પોઈન્ટ ઘટીને 58,279.48ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નિફ્ટી 15.70 પોઈન્ટ (0.09 ટકા)ના ઘટાડા સાથે 17,362.10ના સ્તર પર બંધ થયો છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution