૨૦૪૭ સુધીમાં ૧૦૦ GW પરમાણુ ઊર્જા ઉત્પન્ન કરવાના લક્ષ્યાંક તરફ ભારતનું મોટું કદમ
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
21, ઓગ્સ્ટ 2026  |   2574

ભારતે પોતાના ચુસ્ત રીતે નિયંત્રિત પરમાણુ ઉર્જા ક્ષેત્રને ખાનગી ભાગીદારી માટે ખુલ્લું મૂકવાની કવાયત હાથ ધરી છે, ત્યારે અમેરિકી પરમાણુ ઉદ્યોગે આ દિશામાં મોટો રસ દાખવ્યો છે. કેન્દ્રીય પરમાણુ ઉર્જા વિભાગ દ્વારા તાજેતરમાં જારી કરાયેલા ‘સસ્ટેનેબલ હાર્નેસિંગ એન્ડ એડવાન્સમેન્ટ ઓફ ન્યુક્લિયર એનર્જી ફોર ટ્રાન્સફોર્મિંગ ઈન્ડિયા’ કાયદા ના ડ્રાફ્ટ નિયમો પર યુએસ ન્યુક્લિયર ઈન્ડસ્ટ્રી એક વ્યાપક અને વિગતવાર રજૂઆત તૈયાર કરી રહી છે.

યુએસ-ઈન્ડિયા સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ ફોરમએ DAE  દ્વારા ૪ સપ્ટેમ્બર સુધીમાં માંગવામાં આવેલા સૂચનોના સંદર્ભમાં અમેરિકી ન્યુક્લિયર એનર્જી ઈન્સ્ટિટ્યૂટ અને ભારતીય કાનૂની નિષ્ણાતો સાથે ખાસ વર્ચ્યુઅલ બેઠક યોજી હતી. આ મંથનમાં ન્યુક્લિયર વેલ્યુ ચેઈનના ટોચના ઉદ્યોગ સાહસિકોએ ભાગ લીધો હતો. બેઠકમાં લાયસન્સિંગ પ્રક્રિયા, જવાબદારી, પ્રોજેક્ટ માળખું અને ખાનગી ક્ષેત્રના પ્રવેશ અંગેના કાનૂની પાસાંઓ પર ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી.

નવા ‘શાંતિ’ કાયદા હેઠળ ખાનગી કંપનીઓ અને સંયુક્ત સાહસો ને પરમાણુ પ્લાન્ટ સ્થાપવાની, તેની માલિકી ધરાવવાની અને સંચાલન કરવાની મંજૂરી આપવામાં આવશે. આ ઉપરાંત, ખાનગી ક્ષેત્રને પરમાણુ બળતણનું ઉત્પાદન કરવા તેમજ તબીબી, કૃષિ અને અન્ય ઔદ્યોગિક ક્ષેત્રો માટે આયનાઇઝિંગ રેડિયેશનનો ઉપયોગ કરવાની પણ છૂટ મળશે. ભારતે વર્ષ ૨૦૪૭ સુધીમાં ૧૦૦ ગીગાવોટ () પરમાણુ ઉર્જા ક્ષમતા પ્રાપ્ત કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution