શહેરોમાં હાઈ-બીમ વાપરવા પર તરત ઑડિયો ઍલર્ટ મળશે : રિફ્લેક્ટિવ ટેપ ફરજિયાત કરાશે
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
26, ઓગ્સ્ટ 2026  |   2574


રાત્રિના સમયે વાહન ચલાવતી વખતે સામેથી આવતી ગાડીઓની આંખો આંજી દેતી તેજ હેડલાઈટને કારણે થોડીક સેકન્ડો માટે રસ્તો સાવ અદૃશ્ય થઈ જતો હોય છે. ખાસ કરીને ટુ-વ્હીલર ચાલકો માટે આ અંધાપો જીવલેણ અકસ્માતનું કારણ બને છે. હવે કેન્દ્ર સરકારનું રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલય આ ગંભીર સમસ્યાને નાથવા માટે વાહનોની હેડલાઈટ, હાઈ-બીમનો ઉપયોગ અને ભારે વાહનોની વિઝિબિલિટી સંબંધિત મોટર વ્હીકલ નિયમોમાં ધરખમ ફેરફારો કરવાની તૈયારી કરી રહ્યું છે.નવા પ્રસ્તાવ અનુસાર વાહનોની હેડલાઈટની મહત્તમ તીવ્રતા ઘટાડવાની વિચારણા ચાલી રહી છે.

જાે કોઈ વાહનચાલક શહેરી વિસ્તારમાં બિનજરૂરી રીતે હાઈ-બીમ લાઈટ ચાલુ કરશે, તો વાહનની અંદરથી જ તેને ચેતવણી આપતો ઓડિયો એલર્ટ સંભળાશે.હાઈવે પર ડ્રાઈવિંગમાં ખલેલ ન પહોંચે તે માટે ૬૦ વધુ ઝડપ હશે ત્યારે આ ઓડિયો એલર્ટ વાગશે નહીં.

નવા બનનારા દ્વિચક્રી વાહનોમાં ઓટોમેટિક હેડલેમ્પ માત્ર લો-બીમ પર જ કામ કરે તેવો નિયમ લાગુ થઈ શકે છે.આજકાલ માર્કેટમાં આફ્ટર-માર્કેટ લગાવવામાં આવતી વધુ પડતી સફેદ અને વાદળી રંગની હેડલાઈટ્સથી આંખોને ભારે તકલીફ થાય છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution