લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
25, ઓગ્સ્ટ 2026 |
3960
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ૨૦ વર્ષના પુત્ર બેરોન ટ્રમ્પને ઈરાની સ્ટેટ ટેલિવિઝન દ્વારા ખુલ્લેઆમ જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હોવાનો સનસનાટીભર્યો મામલો સામે આવ્યો છે. ઈરાની સરકારી ચેનલ પર પ્રસારિત એક વિડીયોમાં બેરોન ટ્રમ્પ પર $10 મિલિયન (અંદાજે રૂ. ૯૫ કરોડથી વધુ)નું ઈનામ જાહેર કરવામાં આવ્યું છે. આ ગંભીર ઘટના બાદ યુએસ સિક્રેટ સર્વિસ સંપૂર્ણપણે હાઈ એલર્ટ પર આવી ગઈ છે અને વિડીયો સંબંધિત તમામ બાબતોની સઘન તપાસ હાથ ધરી છે. ઈરાનના ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ સાથે જાેડાયેલા મીડિયા દ્વારા વ્હેર ટુ કિલ બેરોન ટ્રમ્પ નામના પ્રચાર વીડિયોમાં દાવો કરવામાં આવ્યો છે કે બેરોન ટ્રમ્પની તમામ હિલચાલ અને સુરક્ષા વ્યવસ્થા પર તેમની સંપૂર્ણ નજર છે. પ્રસારણમાં એવો પણ વિચિત્ર દાવો કરવામાં આવ્યો છે કે બેરોન જ્યારે સિક્રેટ સર્વિસની સુરક્ષાથી દૂર હોય છે ત્યારે સંચાર માટે Xbox, , FIFA ગેમ્સ અને ડિસ્કોર્ડ પ્લેટફોર્મનો ઉપયોગ કરે છે અને ઈરાની એજન્સીઓએ તેના તમામ આઈડી ટ્રેક કરી લીધા છે.દ