લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
23, સપ્ટેમ્બર 2026 |
3069
મીડિયા રિપોર્ટમાં થયેલા ખુલાસા બાદ પત્રકાર પરિષદને સંબોધતા મમતા બેનર્જીએ અત્યંત આકરા પ્રહારો કર્યા હતા. તેમણે આક્ષેપ કર્યો કે, આ દેશના ઈતિહાસનો સૌથી મોટો સ્કેન્ડલ અને કૌભાંડ છે. ભાજપ અને મુખ્ય ચૂંટણી કમિશનરે મળીને બંગાળ વિધાનસભા ચૂંટણી પરિણામોની લૂંટ ચલાવી છે. જાે ચૂંટણી કમિશનરમાં થોડી પણ નૈતિકતા કે બિનસાંપ્રદાયિક સન્માન બાકી હોય તો તેમણે હોદ્દા પરથી રાજીનામું આપી દેવું જાેઈએ અને પોતાની ધરપકડની માંગ કરવી જાેઈએ. તેમણે ઉમેર્યું કે, માત્ર પશ્ચિમ બંગાળ જ નહીં પરંતુ જ્યાં પણ જીૈંઇ પ્રક્રિયા લાગુ કરીને ચૂંટણી યોજવામાં આવી હતી અને ભાજપનો વિજય થયો હતો, તે તમામ રાજ્યોમાં ફરીથી મુક્ત અને ન્યાયી ચૂંટણીઓ યોજવી જાેઈએ.