જંતર મંતર : સોનમ વાંગચુક જબરદસ્તીથી હોસ્પિટલમાં દાખલ, દવા લેવાનો ઇન્કાર, ઉપવાસ ચાલુ
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
18, જુલાઈ 2026  |   2673

દિલ્હીના જંતર-મંતર પર દેશની શિક્ષણ વ્યવસ્થામાં સુધારા અને દ્ગઈઈ્ પેપર લીક વિવાદ મુદ્દે છેલ્લા ૨૦ દિવસથી આમરણ અનશન પર બેઠેલા પ્રખ્યાત ક્લાઈમેટ એક્ટિવિસ્ટ સોનમ વાંગચુકને દિલ્હી પોલીસે સવારે સફદરજંગ હોસ્પિટલમાં ખસેડ્યા છે. આ ઘટના બાદ આંદોલન વધુ ઉગ્ર બન્યું છે. સોનમ વાંગચુકના પત્ની ગીતાંજલિ જે. આંગમોએ હોસ્પિટલ બહાર પત્રકારો સાથે વાતચીત કરતા સ્પષ્ટ કર્યું છે કે, વાંગચુકને હોસ્પિટલમાં દાખલ કરવા છતાં તેમનું અનશન ચાલુ જ છે અને આગામી ૨૦ જુલાઈએ યોજાનારી સંસદ માર્ચ પોતાના નિર્ધારિત સમય મુજબ જ આગળ વધશે. ગીતાંજલિ જે. આંગમોએ જણાવ્યું કે, ૨૦ જુલાઈએ સંસદ તરફ યોજાનારી માર્ચ સંપૂર્ણપણે યથાવત છે. શિક્ષણ પ્રણાલીમાં ફેરફાર કરવો એ વહીવટીતંત્ર અને નીતિ ઘડવૈયાઓની જવાબદારી છે. આપણું કામ માત્ર તેમને એ જણાવવાનું છે કે વર્તમાન સિસ્ટમ સંપૂર્ણપણે પડી ભાંગી છે.આ આંદોલન હવે માત્ર દ્ગઈઈ્ પેપર લીક પૂરતું મર્યાદિત નથી રહ્યું. આ આખી શિક્ષણ વ્યવસ્થામાં સુધારા માટેની વ્યાપક ઝુંબેશ બની ચૂકી છે. આ મુવમેન્ટ સમગ્ર દેશના અંતરાત્માને જગાડવા માટે છે, અને તે ઘણી હદ સુધી જાગી પણ ચૂક્યો છે. હોસ્પિટલ દ્વારા સોનમ વાંગચુકને ગ્લુકોઝ અથવા ઇલેક્ટ્રોલાઇટ પાવડર આપવાની સલાહ આપવામાં આવી હતી, પરંતુ વાંગચુક પોતાના ર્નિણય પર અડગ રહ્યા છે અને તેમણે કોઈપણ પ્રકારની શુગર કે પાવડર લેવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે. તેઓ છેલ્લા ૨૦ દિવસથી માત્ર મીઠાવાળું પાણી પીને જ પોતાનું આંદોલન ચલાવી રહ્યા છે. 

ગ્રીન કોરિડોર-પોલીસનું સિક્રેટ ઓપરેશન 


દિલ્હી પોલીસે કાર્યવાહી માટે એવો સમય પસંદ કર્યો જ્યારે વાંગચુકના નજીકના સહયોગી અભિજીત દિપકે થોડા સમય માટે પ્રદર્શન સ્થળથી બહાર ગયા હતા. આ જ સમયગાળા દરમિયાન નવી દિલ્હી જિલ્લાના સ્પેશિયલ સ્ટાફ અને સ્થાનિક પોલીસના આશરે ૩૦ થી ૩૫ જવાનો સાદા કપડામાં બેરિકેડિંગની અંદર પહોંચ્યા હતા. પોલીસે આ સમગ્ર ઓપરેશનને ત્રણ તબક્કામાં અંજામ આપ્યો હતો. પહેલા તબક્કામાં સાદા કપડામાં આવેલા પોલીસ જવાનોએ મંચને પોતાના નિયંત્રણમાં લીધો હતો. ત્યારબાદ સોનમ વાંગચુકના પથારીને ચારેય બાજુથી મોટી સફેદ ચાદરો વડે ઢાંકી દેવામાં આવી, જેથી ત્યાં હાજર લોકોમાં અફરાતફરી ન મચે. ત્યારબાદ તેમને સાવચેતીપૂર્વક ઉઠાવીને એમ્બ્યુલન્સ સુધી લઈ જવામાં આવ્યા હતા. સીઆરપીએફ અને રેપિડ એક્શન ફોર્સના જવાનોએ બેરિકેડિંગની બહાર મોરચો સંભાળ્યો હતો. તેમનું કામ પ્રદર્શનકારીઓને નિયંત્રણમાં રાખવા અને કોઈપણ સંભવિત ઘર્ષણને રોકવાનો હતો દિલ્હી પોલીસના વરિષ્ઠ અધિકારીઓ કંટ્રોલ પોઈન્ટ પરથી આ સમગ્ર ઓપરેશનનું નિરીક્ષણ કરી રહ્યા હતા. એમ્બ્યુલન્સ અને પોલીસ વાહનોની અવરજવર પર પણ સતત નજર રાખવામાં આવી રહી હતી. સોનમ વાંગચુકને જ્યારે એમ્બ્યુલન્સમાં લઈ જવામાં આવ્યા ત્યારે જ ટ્રાફિક પોલીસે અગાઉથી તૈયાર કરાયેલા ગ્રીન કોરિડોર દ્વારા સફદરજંગ હોસ્પિટલ સુધીનો રસ્તો સંપૂર્ણપણે ખાલી કરાવી દીધો. આના લીધે એમ્બ્યુલન્સ કોઈપણ પ્રકારના અવરોધ વિના સીધી હોસ્પિટલ પહોંચી ગઈ હતી.


આંદોલન દબાવવાથી ઉકેલ નહીં આવે : અણ્ણા હજારે

દિલ્હી પોલીસ તરફથી સોનમ વાંગચુકને સફદરજંગ હોસ્પિટલ લઈ જવાયા બાદ અન્ના હજારેએ પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, વાંગચુક ૨૦ દિવસ સુધી અનશન પર રહ્યા છે, તેથી સરકારે તેમના ધીરજની પરીક્ષા લેવી જાેઈએ નહીં. અન્ના હજારેનું કહેવું છે કે, સરકારે આ મામલે મૌન તોડવું જાેઈએ. માગણીઓ પર હા કહેવામાં આવે કે ના, પરંતુ વાતચીત થવી ખૂબ જરૂરી છે, કારણ કે કોઈ પણ મુદ્દાનો ઉકેલ માત્ર સંવાદથી જ નીકળે છે. ૨૦ દિવસ સુધી અનશન કરનાર વ્યક્તિની ધીરજની પરીક્ષા લેવી બિલકુલ યોગ્ય નથી. સરકારે પોતાનો પક્ષ પણ રાખવો જાેઈએ, અને સામે પક્ષની વાત પણ સાંભળવી જાેઈએ, તો જ ઉકેલનો રસ્તો સાફ થઈ શકે છે.


સોનમ વાંગચુકને જંતર-મંતરથી હટાવવા પર કોંગ્રેસનો આક્ષેપ 

જંતર-મંતરથી સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુકને હોસ્પિટલ લઈ જવાની કાર્યવાહી બાદ કોંગ્રેસ નેતા પવન ખેડાએ કેન્દ્ર સરકાર અને ગૃહ મંત્રાલય પર તીખો હુમલો કર્યો. તેમણે કહ્યું કે આપણા બંધારણે દરેક નાગરિકને પોતાની વાત રાખવાનો અને શાંતિપૂર્ણ વિરોધ કરવાનો અધિકાર આપ્યો છે. પરંતુ એવું લાગે છે કે ગૃહ મંત્રાલય આ અધિકારને ખતમ કરવા માંગે છે. દિલ્હી પોલીસ સીધી ગૃહ મંત્રાલય હેઠળ કામ કરે છે. ગૃહ મંત્રાલયે જ એક દિવસ પહેલા જૂના કમિશનરને હટાવીને દિલ્હીના નવા પોલીસ કમિશનરની નિમણૂક કરી હતી. જાે તેમની પહેલી મોટી કાર્યવાહી શાંતિપૂર્ણ પ્રદર્શન પર કડકાઈ કરવાની હોય, તો આ ચિંતાની વાત છે. આનાથી લાગે છે કે સરકાર બંધારણ કરતાં રાજકીય આદેશોને વધુ મહત્વ આપી રહી છે. તેમણે આગળ કહ્યું, પહેલા મહિલા કુસ્તીબાજાેના પ્રદર્શનમાં કાર્યવાહી થઈ, પછી પૂર્વ સૈનિકો સાથે પણ કડકાઈ કરવામાં આવી. હવે સોનમ વાંગચુક અને પ્રદર્શનકારીઓ સામે થયેલી કાર્યવાહીથી પણ એ જ સંદેશ મળે છે કે સરકાર શાંતિપૂર્ણ વિરોધને લોકતાંત્રિક અધિકાર નહીં, પરંતુ કાયદો અને વ્યવસ્થાની સમસ્યા માની રહી છે. આ દુ:ખની વાત છે કે દુનિયાના સૌથી મોટા લોકતંત્રમાં લોકતાંત્રિક અધિકારોને આ રીતે દબાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. આ દરમિયાન, જંતર-મંતર પર અનિશ્ચિત મુદતની ભૂખ હડતાળ કરી રહેલા સોનમ વાંગચુકને અનશનના ૨૧મે દિવસે બગડતી તબિયત બાદ સફદરજંગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution