લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
13, સપ્ટેમ્બર 2026 |
3861
ભારતમાં આયોજિત BRICS સમિટ દરમિયાન ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માનતા બદલાતી વૈશ્વિક પરિસ્થિતિઓ વચ્ચે ગ્લોબલ સાઉથની ભૂમિકા પર વિશેષ ભાર મૂક્યો હતો. તેમણે અમેરિકા તરફ ઈશારો કરતા સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, કોઈ દેશ શક્તિશાળી હોવાનો અર્થ એ નથી કે તે હંમેશા સાચો જ હોય, અને આવી વિચારસરણી હવે લાંબો સમય નહીં ચાલે. વિશ્વમાં સદીઓ પછી મોટા બદલાવો આવી રહ્યા છે અને વિકાસશીલ દેશો હવે વિશ્વ વ્યવસ્થામાં એક મોટી શક્તિ બનીને ઉભરી રહ્યા છે, ત્યારે બ્રિક્સ દેશોએ સાથે મળીને વૈશ્વિક સ્થિરતા માટે આગળ આવવું જાેઈએ.
ચીની રાષ્ટ્રપતિએ ટ્રાફિકનું ઉદાહરણ આપતાં જણાવ્યું કે, નિયમો વગરનું વિશ્વ એ ટ્રાફિક લાઈટ વગરના ચાર રસ્તા જેવું છે, જ્યાં અંધાધૂંધી સર્જાય છે. . વૈશ્વિક કાયદા તમામ દેશો માટે એકસરખા લાગુ પડવા જાેઈએ અને તેમાં કોઈ પણ પ્રકારના બેવડા માપદંડ હોવા જાેઈએ નહીં.કોઈપણ દેશનું કદ, સૈન્ય તાકાત કે સંપત્તિ ભલે ગમે તેટલી હોય, તમામ દેશો સમાન ગણાવા જાેઈએ. સંયુક્ત રાષ્ટ્રની ભૂમિકા વધુ મજબૂત બનાવવાની જરૂર છે અને વૈશ્વિક બાબતોમાં દરેક દેશને સમાન ભાગીદારી મળવી જાેઈએ. વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન ( (WTO))માં સુધારાની સાથે વૈશ્વિક નાણાકીય માળખામાં વિકાસશીલ દેશોના અવાજને મહત્વ આપવું ખૂબ જ જરૂરી છે.આધુનિક યુગમાં નવી ટેક્નોલોજી સૌના વિકાસ અને સમૃદ્ધિનું માધ્યમ બનવી જાેઈએ. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) નો વિકાસ લોકોના કલ્યાણ માટે થવો જરૂરી છે.