આઇપીએસ હોવાનો પોલીસ સામે રોફ જમાવનાર જાેન ડેનિયલ જેલ હવાલે
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
25, જુન 2026  |   1980

અમદાવાદ રેલવે પોલીસ અને એલસીબી પશ્ચિમની ટીમે નકલી આઈપીએસ અધિકારી જાેન ડેનિયલને ઝડપી પાડ્યો છે. આરોપી કાલુપુર રેલવે સ્ટેશન પર આઈપીએસ અધિકારી હોવાનો રોફ જમાવી ફરજ પરના પોલીસકર્મીઓ સાથે ઝપાઝપી કરી હતી.આરોપીએ પોતે ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે સંકળાયેલા હોવાનું કહીં રેલવે પોલીસ પર દબાણ ઊભું કરવાનો પ્રયાસ કર્યો હતો. ફરજ પરના પોલીસકર્મીઓને ગાળો આપી તેમની સાથે ઝપાઝપી કરી હતી તેમજ પોલીસ યુનિફૉર્મ ખેંચી ‘અહીંથી દૂર ટ્રાન્સફર કરાવી દઈશ’ તેવી ધમકી પણ આપી હતી.

આ બનાવ અંગે અમદાવાદ રેલવે પોલીસ સ્ટેશનમાં વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાયા બાદ પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે આરોપીની ઓળખ કરવામાં આવી હતી. ત્યારબાદ એલસીબી પશ્ચિમ અને અમદાવાદ રેલવે પોલીસની સંયુક્ત ટીમ શોધખોળ હાથ ધરી ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડ્યો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, આરોપી સ્ટુડન્ટ પોલીસ કેડેટ્સ કાર્યક્રમ સાથે સંકળાયેલો હોવાથી અને કેટલાક ઉચ્ચ અધિકારીઓના સંપર્કમાં આવ્યાના કારણે તેનો ખોટો રોફ જમાવવાની ટેવ ધરાવતો હતો. હાલ આરોપી જાેન ડેનિયલની ધરપકડ કરી જેલ હવાલે કરવામાં આવ્યો છે.


© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution