હૈદરાબાદમાં સંજુબાબાને મળી કંગના,સ્વસ્થ જોઇને ખુશ થઇ
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
27, નવેમ્બર 2020  |   1980

મુંબઇ 

બોલિવૂડ અભિનેત્રી કંગના રાનોટ સોશિયલ મીડિયામાં ઘણી એક્ટિવ રહે છે. સોશિયલ મીડિયામાં હંમેશા બોલિવૂડ પર નિશાન સાધનારી કંગનાએ આજે તેના ટ્વિટ એકાઉન્ટ પર એક તસવીર શેર કરી હતી. જે બાદ તે ટ્રોલર્સના નિશાન પર આવી ગઇ છે.


કંગના રાનોટે બોલિવૂડ અભિનેતા સંજય દત્ત સાથેની તસવીર શેર કરી હતી. જે બાદ લોકો આ અંગે કમેન્ટ્સ કરી રહ્યાં છે. ઘણા સોશિયલ મીડિયા યુઝર્સને આ વાત ગમી તો ઘણા લોકો તેની ટિકા કરી રહ્યાં છે અને કટાક્ષ કરી રહ્યાં છે.

કંગના રાનોટે તસવીર શેર કરતાં લખ્યું, જ્યારે મને જાણવા મળ્યું કે અમે હૈદરાબાદમાં એક જ હોટલમાં રોકાયેલા છીએ, તો હું સવારે સંજૂ સરને મળીને તેમના સ્વાસ્થ્ય વિશે પૂછવા માટે પહોંચી ગઇ. તેમને પહેલાં કરતાં વધુ હેન્ડસમ અને સ્વસ્થ જોઇને ખુશી થઇ. અમે તમારા લાંબા આયુષ્ય અને સારા સ્વાસ્થ્યની કામના કરીએ છીએ.

કંગનાની આ પોસ્ટ જોઇને ટ્રોલર્સ તેની પર નિશાન સાધી રહ્યાં છે. ઘણા લોકોએ ડ્ર્ગ્સને લઇને કટાક્ષ કર્યો તો કેટલાકે લખ્યું કે, તે નેપોટિઝમનું પ્રોડક્ટ છે.


© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution