લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
26, જુન 2026 |
792
પુણેમાં કેતન અગ્રવાલ મર્ડર કેસમાં નવો ખુલાસો થયો છે. પોલીસે જણાવ્યું કે કેતન અગ્રવાલ હેર વિગ લગાવતો હતો. સિયા ગોયલને આ પસંદ નહોતું. કેતનના પિતા વિશાલ અગ્રવાલે કહ્યું, ‘સિયા અને તેના પરિવારને ખબર હતી કે કેતન વિગનો એક પેચ લગાવતો હતો. તેને પસંદ નહોતું તો તે ના પાડી શકતી હતી, શું આ કોઈને મારવાનું કારણ હોઈ શકે છે?
‘પોલીસ સૂત્રો અનુસાર, ‘સિયા આ લગ્નથી ખુશ નહોતી. કેતનના વિગ લગાવવા અને હકલાવાને (તોતડાવાની) કારણે સિયાના મનમાં તેના પ્રત્યે નફરત બેસી ગઈ હતી.’ સિયાએ જણાવ્યું કે તેણે કેતનને કહ્યું હતું કે તે તેની સાથે લગ્ન કરવા માંગતી નથી, પરંતુ તે સગાઈ તોડવા તૈયાર નહોતો. કેતનનું કહેવું હતું કે હવે બહુ મોડું થઈ ગયું છે.
સિયા અને કેતન ૧૮ જૂને પુણેના લોહગઢ કિલ્લા પર ફરવા ગયા હતા. આ દરમિયાન કેતનનું ખીણમાં પડી જવાથી મોત થયું. સિયા પર તેના બોયફ્રેન્ડ ચેતન ચૌધરી સાથે મળીને મંગેતરની હત્યા કરવાનો આરોપ છે. બંને હાલ પોલીસ કસ્ટડીમાં છે અને કેસની તપાસ ચાલુ છે.
પરિવારને સિયા અને કેતનના લગ્નથી ઘણી અપેક્ષાઓ હતી. કેતનનો પરિવાર પણ સિયાને ખૂબ પ્રેમ અને સ્નેહ આપતો હતો. બધા કાર્યક્રમો સારી રીતે ચાલી રહ્યા હતા.