કુસલ મેન્ડિસે સદી ફટકારીને ઇતિહાસ રચ્યો કોહલી અને જાે રૂટ જેવા ખેલાડીઓમાં જાેડાયો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
13, નવેમ્બર 2026  |   2673



શ્રીલંકાના નવા ટેસ્ટ કેપ્ટન કુસલ મેન્ડિસે વિરાટ કોહલી અને જાે રૂટ જેવા દિગ્ગજાેના ચુનંદા ક્લબમાં પોતાનું સ્થાન સુરક્ષિત કરી લીધું છે. તેમણે રાવલપિંડીમાં પાકિસ્તાન સામેની પ્રથમ ટેસ્ટમાં શાનદાર સદી ફટકારી હતી. આ સદી સાથે, તેમણે નવો ઇતિહાસ રચ્યો. મેન્ડિસે ૨૦૨ બોલમાં ૧૦ ચોગ્ગા અને ૪ છગ્ગા ફટકારીને ૧૧૯ રનની શાનદાર ઇનિંગ રમી. વધુમાં, તેમણે અને ધનંજય ડી સિલ્વા (૧૬૭ રન) એ પાંચમી વિકેટ માટે ૨૪૯ રનની જંગી ભાગીદારી કરી, જેનાથી ટીમને શરૂઆતના પરાજયમાંથી બહાર આવવામાં મદદ મળી.

પાકિસ્તાનના પ્રથમ દાવના કુલ ૪૩૪/૯ ના જવાબમાં, શ્રીલંકાની ટીમ ૪૪૬ રનમાં ઓલઆઉટ થઈ ગઈ, જેના કારણે ટીમને ૧૨ રનની લીડ મળી. બીજા દિવસની રમતના અંત સુધીમાં, પાકિસ્તાને પોતાના બીજા દાવમાં ૧ વિકેટ ગુમાવીને ૫૭ રન બનાવી લીધા હતા. શ્રીલંકા તરફથી કમિન્ડુ મેન્ડિસે પણ પ્રથમ દાવમાં અડધી સદી ફટકારી હતી. તે ૫૮ રન બનાવીને આઉટ થયો હતો. બાકીના શ્રીલંકાના બેટ્સમેન મેચમાં કોઈ ખાસ અસર કરવામાં નિષ્ફળ રહ્યા.કુસલ મેન્ડિસ શ્રીલંકાના ઇતિહાસમાં ટેસ્ટ કેપ્ટન તરીકે ડેબ્યૂમાં સદી ફટકારનાર પ્રથમ ખેલાડી બન્યો છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution