કુવૈત ઍરપૉર્ટ ઠપ, પાણીની કટોકટી અને ક્રૂડ ઑઇલના ભાવમાં તોતિંગ ઉછાળો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
18, જુલાઈ 2026  |   2871

અમેરિકા-ઈરાન યુદ્ધવિરામ તૂટતાં સંઘર્ષ વકર્યો છે. અમેરિકાએ ઈરાનના ઠેકાણાઓ પર હવાઈ હુમલા કર્યા, જેના જવાબમાં ઈરાને કુવૈત અને બહેરીનમાં અમેરિકન સહયોગી દેશો પર મિસાઇલ-ડ્રોન હુમલા કર્યા. કુવૈત ઍરપૉર્ટ ઠપ થવા સાથે પાણી પુરવઠો ખોરવાયો છે. ઈરાને અમેરિકન સૈન્ય મથકો અને ફાઇટર જેટ્સ તબાહ કર્યાનો દાવો કર્યો છે. આને કારણે ક્રૂડના ભાવ ૪% વધ્યા છે.અમેરિકા અને ઈરાન વચ્ચે થયેલો યુદ્ધવિરામ એક જ સપ્તાહમાં તૂટી જતાં બંને દેશો વચ્ચેનો વિવાદ હવે ખૂબ જ ગંભીર તબક્કે પહોંચી ગયો છે. અમેરિકાએ સતત સાતમી રાત્રે ઇરાનના લશ્કરી ઠેકાણાઓ અને સૈન્ય પુરવઠાના કેન્દ્રો પર જાેરદાર હવાઈ હુમલા કર્યા હતા. આ હુમલાના જવાબમાં, શનિવારે ઇરાને વળતો પ્રહાર કરીને ખાડી વિસ્તારમાં આવેલા અમેરિકાના સહયોગી દેશો પર મિસાઇલ અને ડ્રોન વડે મોટો હુમલો કર્યો છે. આ ભીષણ સ્થિતિને કારણે હવે સમગ્ર મિડલ ઈસ્ટમાં મોટું યુદ્ધ ફાટી નીકળવાનો ગંભીર ખતરો ઊભો થયો છે. 

ઈરાનના સખત હુમલાને કારણે કુવૈત ભારે મુશ્કેલીમાં મૂકાયું છે. વારંવાર થઈ રહેલા મિસાઇલ અને ડ્રોન હુમલાના જાેખમને પગલે કુવૈત ઇન્ટરનેશનલ ઍરપૉર્ટ પર તમામ કામગીરી તાત્કાલિક ધોરણે સ્થગિત કરી દેવામાં આવી છે. આ ઉપરાંત, ઈરાની હુમલામાં કુવૈતના એક પાવર જનરેશન અને દરિયાઈ પાણીને મીઠું કરવાના પ્લાન્ટ (ડીસેલિનેશન પ્લાન્ટ) પર બોમ્બમારો કરવામાં આવ્યો છે. નવી દિલ્હી,તા.૧૮

અમેરિકા-ઈરાન યુદ્ધવિરામ તૂટતાં સંઘર્ષ વકર્યો છે. અમેરિકાએ ઈરાનના ઠેકાણાઓ પર હવાઈ હુમલા કર્યા, જેના જવાબમાં ઈરાને કુવૈત અને બહેરીનમાં અમેરિકન સહયોગી દેશો પર મિસાઇલ-ડ્રોન હુમલા કર્યા. કુવૈત ઍરપૉર્ટ ઠપ થવા સાથે પાણી પુરવઠો ખોરવાયો છે. ઈરાને અમેરિકન સૈન્ય મથકો અને ફાઇટર જેટ્સ તબાહ કર્યાનો દાવો કર્યો છે. આને કારણે ક્રૂડના ભાવ ૪% વધ્યા છે.અમેરિકા અને ઈરાન વચ્ચે થયેલો યુદ્ધવિરામ એક જ સપ્તાહમાં તૂટી જતાં બંને દેશો વચ્ચેનો વિવાદ હવે ખૂબ જ ગંભીર તબક્કે પહોંચી ગયો છે. અમેરિકાએ સતત સાતમી રાત્રે ઇરાનના લશ્કરી ઠેકાણાઓ અને સૈન્ય પુરવઠાના કેન્દ્રો પર જાેરદાર હવાઈ હુમલા કર્યા હતા. આ હુમલાના જવાબમાં, શનિવારે ઇરાને વળતો પ્રહાર કરીને ખાડી વિસ્તારમાં આવેલા અમેરિકાના સહયોગી દેશો પર મિસાઇલ અને ડ્રોન વડે મોટો હુમલો કર્યો છે. આ ભીષણ સ્થિતિને કારણે હવે સમગ્ર મિડલ ઈસ્ટમાં મોટું યુદ્ધ ફાટી નીકળવાનો ગંભીર ખતરો ઊભો થયો છે. 

ઈરાનના સખત હુમલાને કારણે કુવૈત ભારે મુશ્કેલીમાં મૂકાયું છે. વારંવાર થઈ રહેલા મિસાઇલ અને ડ્રોન હુમલાના જાેખમને પગલે કુવૈત ઇન્ટરનેશનલ ઍરપૉર્ટ પર તમામ કામગીરી તાત્કાલિક ધોરણે સ્થગિત કરી દેવામાં આવી છે. આ ઉપરાંત, ઈરાની હુમલામાં કુવૈતના એક પાવર જનરેશન અને દરિયાઈ પાણીને મીઠું કરવાના પ્લાન્ટ (ડીસેલિનેશન પ્લાન્ટ) પર બોમ્બમારો કરવામાં આવ્યો છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution