આણંદના લોટિયા ભાગોળમાં માતાજી મંદિરની જગ્યા ઉપર ભૂમાફિયાનો કબજાે કરવાનો પ્રયાસ
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
02, ઓક્ટોબર 2026  |   4158

આણંદ પંથકમાં છેલ્લા કેટલાક વર્ષોથી ભૂમાફિયાગીરી વકરી રહી છે.ત્યારે હવે શહેરના લોટીયા ભાગોળ વિસ્તારમાં આવેલ ધાર્મિક માતાજી મંદિર સ્થળ પરનું જર્જરિત બાંધકામ તોડી પાડયા બાદ ખુલ્લી જગ્યા પર જાહેર નોટીસ બોર્ડ મૂકવામાં આવ્યું હોવાછતાં ભૂમાફિયા દ્વારા ગેરકાયદે બાંધકામ કરી કબ્જાે કરવાના પ્રયાસ કરતાં મંદિર ટ્રસ્ટીઓ દ્વારા લેન્ડ ગ્રેબીગ એકટ હેઠળ કાર્યવાહી કરવા દાદ મુદ્દો ચર્ચાની એરણે ચઢવા પામ્યા નું જાણવા મળેલ છે.પ્રાપ્ત વિગત અનુસાર આણંદના લોટીયા ભાગોળ વિસ્તારમાં આવેલ સર્વેનં,૮૬૯ જેનું ક્ષેત્રફળ ૨૪૫.૮૨૨૨ ચોરસ મીટર જગ્યામાં માતાજી નું મંદિર આવેલ છે.જે સાથે વર્ષો પૂર્વે સદર મંદિર ની ખુલ્લી જગ્યામાં વર્ષો જૂના બાંધકામવાળી મિલકત હતી.જે જર્જરિત બનતાં ગત ૩૧ જુલાઇ ના મંદિર ટ્રસ્ટ ચાવડા ગોહિલ પંચ ના વહિવટકર્તા દ્વારા તોડી પાડવામાં આવી હતી.જે બાદ છેલ્લા કેટલાક વર્ષોથી આણંદ સહિત પંથકમાં ભૂમાફિયાગીરી વકરી રહી હોય તેમ સદર ખુલ્લી જગ્યા પર જાહેર નોટીસ બોર્ડ મૂકવામાં આવ્યું હોવાછતાં અજાણ્યા ઇસમો દ્વારા ગેરકાયદે દબાણ બાંધકામ ઉભું કરવાના પ્રયાસ કરતાં મંદિર વહીવટકર્તા દ્વારા જીલ્લા કલેકટર સમક્ષ લેન્ડ ગ્રેબીગ એકટ હેઠળ કાર્યવાહી કરવા દાદ માંગતા ભૂમાફિયા ધાર્મિક સ્થળ ને પણ છોડતાં નથી? ક્યાં છે હિન્દુ સંગઠનો? જેવા સવાલ સાથે મુદ્દો ચર્ચાની એરણે ચઢવા પામ્યા નું જાણવા મળેલ છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution