/
ધન રાશિ ભવિષ્ય
  • ધનુ રાશી ભવિષ્ય

    ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે. ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે.

લાયન્સ ક્લબ ઓફ બરોડા સનશાઈન દ્વારા ઓક્સિજન કોન્સટ્રેટર બેન્કની શરૂઆત

વડોદરા

કોરોનાની બીજી લેહરમાં ઓક્સિજનની અછત ન પડે તે માટે શહેરના જેતલપુર રોડ ઉપર આવેલા સિક્રેટ કલ્પ ક્લિનિકમાં લાયન્સ ક્લબ ઓફ બરોડા સનશાઈને ઓક્સિજન કોન્સન્ટ્રેટર બેંકની શરૂઆત કરી હતી.

પીડીજી સુનીલ પટેલના પ્રયત્નથી ગુણવંતીબેન, રીટાબેન અને હેમાબેન યુ.કે. હિતેષભાઇ ચીમનભાઈ પટેલ અને ધર્મેન્દ્રભાઈ કે.પટેલ, યુએસએ અને નડિયાદથી ૫ ઑક્સિજન કોન્સન્ટ્રેટર દાનમાં મળ્યા છે. આ મશીન જરૂરિયાતવાળા કોઈપણ દર્દીને ડોક્ટરની ભલામણ મુજબ વિનામૂલ્યે આપવામાં આવશે. આ બેંક પૂ.ગો.૧૦૮ દ્વારકેશલાલજી મહારાજના હસ્તે ઉદ્દઘાટિત કરવામાં આવ્યા હતા.

ઉદ્‌ઘાટન પ્રસંગે લા.કૃષ્ણકાંત દેસાઈ, લા.શશીકાંત પરીખ, લા.સુનીલ પટેલ, લા વિજય ઉમટ ઉપસ્થિત રહ્યા હતા. સનશાઈન ક્લબના પ્રમુખ લા આશિષ મિશ્રાએ સ્વાગત પ્રવચન આપ્યું . પૂ. દ્વારકેશલાલજી મહારાજે આશીર્વચન આપીને ઓક્સિજન કોન્સન્ટ્રેટર મશીનની વિધિવત્‌ પૂજા કરીને ખૂલ્લા મુક્યા હતા.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution