માત્ર ખાવામાં જ નહીં તમારી બ્યુટીમાં પણ એટલું ઉપયોગી છે લીંબુ,જાણો ફાયદા
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
30, ઓક્ટોબર 2020  |   4554

લોકસત્તા ડેસ્ક 

દિવાળીનો સમય આવી રહ્યો છે. અને કોરોના કાળમાં બ્યૂટી પાર્લરમાંથી જવા કરતા ઘરે બ્યૂટી ટિપ્સને ફોલો કરીને તમે પણ ચહેરા પર સુંદર નિખાર લાવી શકો છો. જો કે ચહેરાને ગૌરવર્ણ આપવા માટે લીંબુ શ્રેષ્ઠ ઉપાયમાંથી એક છે કારણ કે તેમાં ભરપૂર પ્રમાણમાં વિટામિન સી છે અને તે એક નેચરલ બ્લીચ પણ છે. આ જ કારણે આજે અમે તમારી માટે લીંબુના તેવા પાંચ ઉપાયો લઇને આવ્યા છીએ જે તમારા ખીલની સમસ્યાને પણ કાબુમાં કરવામાં મદદરૂપ થશે અને દિવાળી જેવા તહેવારના સમય તમારા ચહેરા પર નિખાર પણ લાવશે.

સ્નાન કરતા પહેલા લીંબુને ચહેરા પર રગડો. તેનો રસ સૂકાઇ જાય પછી ચહેરો સાફ કરી લો. વધુમાં તમે નહાવાના પાણીમાં પણ લીંબુનો રસ મિક્સ કરી શકો. વધુ ખીલ થતા હોય તો દર એક કલાક ચહેરા પર લીબુંનો રસ લગાવતા રહો. જેથી થોડાક દિવસમાં ખીલની સમસ્યાથી રાહત મળી જશે.

લીંબુના રસમાં ગ્લિસરીન અને ખાંડ મિક્સ કરીને રગડવાથી ખીલની સમસ્યાથી ફેર પડે છે. તે સિવાય તેનાથી સન ટેનની સમસ્યા પણ દૂર થાય છે.

તજ અને લીંબુ ખીલ માટે સૌથી અસરકારક ઉપાય છે. તજને પીસીને તેનો પાઉડર બનાવી લો. 1/4 ચમચી પાઉડરમાં થોડાક લીંબુના ટીંપા ઉમેરીને તેની પેસ્ટ બનાવીને ચહેરા પર લગાવી લો. એક કલાક પછી તેને ધોઇ લો. ખીલની સમસ્યાથી રાહત મળી જશે.

અડધી ચમચી લીંબુના રસ અને હળદર લો. તેમાં એક ચમચી ગરમ પાણી આ મિશ્રણ ગરમ કરો. અને આ પેસ્ટને થોડી ઠંડી થતા ચહેરા પર લગાવો. સૂકાઇ ગયા પછી ચહેરાને બરાબર ધોઇ લો, ચહેરા પરથી ખીલ તેમજ તેના ડાઘ-ધબ્બા દૂર થઇ જશે. જો તમારી ત્વચા ઓઇલી છે તો રાત્રે સૂતા પહેલા એક ચમચી મલાઇમાં થોડાક લીંબુનો રસ મિક્સ કરી ચહેરા પર લગાવી લો. સવારે ચહેરાને સાફ પાણીથી ધોઇ લો, તેનાથી ચહેરા પરના ડાઘ-ધબ્બા દૂર થશે અને સાથે જ ત્વચા પરના ઓઇલની સમસ્યાથી પણ રાહત મળશે


© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution