ભારે હંગામા બાદ લોકસભા રાજ્યસભાની કાર્યવાહી સ્થગિત 
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
21, જુલાઈ 2026  |   3168

સંસદના ચોમાસુ સત્રના બીજા દિવસે પણ લોકસભા અને રાજ્યસભામાં ભારે હોબાળો જાેવા મળ્યો હતો. વિપક્ષે વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શન પર થયેલી પોલીસ કાર્યવાહી, NEET પરીક્ષા વિવાદ સહિતના મુદ્દાઓને લઈને સરકાર સામે જાેરદાર વિરોધ નોંધાવ્યો હતો. સતત હંગામાને કારણે બંને ગૃહોમાં કોઈ મહત્વપૂર્ણ ધારાસભાકીય કામકાજ થઈ શક્યું નહીં અને અંતે લોકસભા તથા રાજ્યસભાની કાર્યવાહી બુધવાર, ૨૨ જુલાઈના રોજ સવારે ૧૧ વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી. લોકસભાની કાર્યવાહી શરૂ થતાં જ વિપક્ષના સભ્યોએ વિવિધ મુદ્દાઓ પર ચર્ચાની માંગ સાથે સૂત્રોચ્ચાર શરૂ કર્યો હતો. ભારે હોબાળાને કારણે અધ્યક્ષે પ્રથમ કાર્યવાહી બપોરે ૧૨ વાગ્યા સુધી અને ત્યારબાદ ૨ વાગ્યા સુધી મુલતવી રાખી હતી. બપોરે ફરી બેઠક શરૂ થયા બાદ પણ સ્થિતિમાં કોઈ સુધારો ન થતાં આખા દિવસ માટે ગૃહની કાર્યવાહી સ્થગિત કરવાની ફરજ પડી હતી. રાજ્યસભામાં પણ સમાન સ્થિતિ જાેવા મળી હતી. કોંગ્રેસના અધ્યક્ષ અને રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ વિદ્યાર્થીઓ પર થયેલી પોલીસ કાર્યવાહીનો મુદ્દો ઉઠાવી સરકાર પાસેથી સ્પષ્ટતા માંગવાનો પ્રયાસ કર્યો હતો. જાેકે, હોબાળાને કારણે રાજ્યસભામાં પણ કોઈ નિયમિત કાર્યવાહી થઈ શકી નહોતી.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution