આણંદમાં લંડન- અમેરિકાના વિઝાની લાલચ આપી ૧૩ અરજદારોના નાણા ઓળવી ઠગો ફરાર
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
10, સપ્ટેમ્બર 2026  |   4950

ડોલરીયા પ્રદેશની ઓળખ ધરાવતા આણંદ પંથકમાં વિદેશ જવા માંગતા વિદેશવાચ્છુઓ ના કારણે બિલાડી ના ટોપની માફક એજન્સી કાર્યરત થતાં કેટલીક એજન્સી ફક્ત નાણાં ઉઘરાવી તાળાં મારી ફરાર થતાં હોવાના સમયાંતરે બનાવ બનતાં ગતરોજ આણંદ ખાતે આવેલ ક્રિશ્ના ઓવરસીઝના સંચાલક બંટી બબલીએ ખેલ પાડી લંડન યુએસ જવા માંગતા તેર જેટલા અરજદારો પાસેથી ૮૦ લાખ ખંખેરી એજન્સી ને તાળાં મારી ફરાર થતાં આણંદ પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળેલ છે.પ્રાપ્ત વિગત અનુસાર આણંદ ખાતે વિદેશ મોકલવા માટે ક્રીશ્ના ઓવરસીઝ નામની એજન્સી ખોલી એજન્સી ના સંચાલક હાર્દિક શાહ, નંદકુમાર ઉકાણી સહિત એક મહિલા દ્વારા વિદેશવાચ્છુઓને લંડન યુએસ જવા માટે વિઝા અપાવવાની લાલચ આપી તેર જેટલા અરજદારો પાસેથી ૮૦ લાખ ઉપરાંતની રકમ ખંખેરી એજન્સીને તાળાં મારી ફરાર થતાં આણંદ ટાઉન પોલીસ મથકે ત્રણેય શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા મહિલાને ઝડપી પાડી અન્ય બે શખ્સ ને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હોવાનું જાણવા મળેલ છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution