લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
06, નવેમ્બર 2026 |
4059
સિનિયર મહિલા ટી૨૦ ટ્રોફી એલિટમાં મધ્યપ્રદેશ માટે ભારતીય સ્પિનર વૈષ્ણવી શર્માએ હેટ્રિક અને ૬/૨૨ ના આંકડા સાથે આંધ્રપ્રદેશ સામે શાનદાર પ્રદર્શન કર્યું હતું.
ન્યૂ ચંદીગઢનાપંજબ ક્રિકેટ એસોસીએશન સ્ટેડિયમ ખાતે રમાયેલી મેચમાં વૈષ્ણવીએ પોતાની ધારદાર સ્પીનથી આંધ્રપ્રદેશની બેટિંગ લાઇન-અપને ૧૨૯/૮ સુધી મર્યાદિત કરી દીધી હતી.વૈષ્ણવીએ શરૂઆતમાં જ સ્ટ્રાઇક કરીને ઓપનર નીરાગટ્ટુ અનુષાને આઉટ કરી દીધી હતી.
ત્યારબાદ આંધ્ર પ્રદેશની હેનરીટા પરેરાએ શાનદાર દેખાવ કર્યો હતો. તેણે વૈષ્ણવીનો બીજાે શિકાર બન્યા પહેલા ૪૧ બોલમાં ફાંકડી ફટાકાબાજી કરતા ૫૯ રન બનાવ્ય હતા.
આંધ્ર પ્રદેશની ઇનિંગના છેલ્લા ઓવરમાં, વૈષ્ણવીએ તેની ચોથી ઓવર ફેંકી અને છેલ્લા ચાર બોલમાં સતત ચાર વિકેટ ખેરવી નાખી હતી અને આ પ્રક્રિયામાં તેની હેટ્રિક પૂર્ણ કરી લીધી હતી.ગયા વર્ષે, તેણીએ આ જ ટુર્નામેન્ટમાં પંજાબ સામે હેટ્રિક પણ લીધી હતી, જેમાં તેણે ચાર ઓવરમાં ૧૯ રન આપી પાંચ વિકેટ ખેરવી હતી. વૈષ્ણવીના શાનદાર ફોર્મને જાેતા ભારતીય ટીમ મેનેજમેન્ટ માટે બીજી સકારાત્મક બાબત અનુષ્કા શર્માનું પ્રભાવશાળી બેટિંગ પ્રદર્શન હતું. તેણીએ ૫૩ બોલમાં અણનમ ૮૧ રન બનાવ્યા જેના કારણે મધ્યપ્રદેશે માત્ર ૧૫.૧ ઓવરમાં લક્ષ્યનો પીછો કરીને નવ વિકેટે વિજય મેળવ્યો.અનુષ્કાએ તાજેતરમાં ઝિમ્બાબ્વે સામેની ઘરઆંગણે ઉ્૨૦ૈં શ્રેણીમાં સિનિયર ભારતીય ટીમનું પ્રતિનિધિત્વ કર્યું હતું, પરંતુ તેણે ત્રણ ઇનિંગ્સમાં ૩૩ રન બનાવ્યા હતા અને એક ખરાબ અભિયાનનો સામનો કરવો પડ્યો હતો.દરમિયાન, વૈષ્ણવીએ લેડી શેવરોન્સ સામે પ્રભાવશાળી ઉર્ંડ્ઢૈં શ્રેણી રમી હતી, જેમાં તેણે બે ઇનિંગ્સમાં નવ વિકેટ લીધી હતી, જેમાં તેણીનો પ્રથમ આંતરરાષ્ટ્રીય પાંચ વિકેટ (૫/૩૯)નો સમાવેશ થાય છે.