/
ધન રાશિ ભવિષ્ય
  • ધનુ રાશી ભવિષ્ય

    ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે. ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે.

નાના બાળકો માટે આ રીતે બનાવો..સ્પ્રાઉટ કોન મસાલા પાપડ

નાના બાળકોને ફણગાવેલા કઠોર ભાવતા નથી , તેને આ રીતે કઈ અલગ બનાવી આપો મસાલા પાપડ તમારા બાળકો ખુશ થઇ.જાણો રેસીપી.. 

ઘટકો

 ૪ કોન

1. ૨ પાપડ

2. ૧/૨ વાટકી મોરી સેવ

3. ૧ વાટકી મગ ચણા ફણગાવેલા

4. ૧ ટામેટું

5. ૧ કાંદો

6. ૧/૨ ગાજર

7. ૧ સકરીયું

8. ૧/૪ વાટકી લીલા ધાણા સમારેલા

9. ૧ વાટકી મસાલા ચણા દાળ

10. ૧/૨ લીંબુ

11. ૧/૪ ચમચી ચાટ મસાલો

12. ૧/૪ ચમચી લાલ મરચું

13. મીઠું સ્વાદ અનુસાર

પગલાં

1. સૌપ્રથમ ફણગાવેલા મગ, ચણા ને ૨ મિનિટ માટે બળવાના છે, સાકરીયા ને બાફી લેવુ. ત્યાર બાદ કોન માટે પાપડ ને વચ્ચે થી કાપી લેવો.

2. એક તાવી ને ફૂલ ગેસ પર મૂકી તેના પર પાપડ ને બને બાજુ થી સેકી લેવાના છે. અને તેને હાથ વડે કોન બનાવી લેવાનો છે.

3. મગ ચણા ને એક બાઉલ માં ૮ કલાક માટે પલાળી રાખવાના છે, ત્યાર બાદ તેને પાણી ની બહાર ૮ કલાક પોટલી વારી ને મૂકી રાખવાના છે, જેથી સરસ ફણગા આવી જાય.

4. હવે એક બાઉલ માં બધી સામગ્રી મિક્સ કરી લેવી.

5. તેમાં લીંબુ ઉમેરી લેવુ અને તેને બરાબર મિક્સ કરો. હવે પાપડ કોન માં મસાલો ભરી ઉપર થી સેવ ભભરાવી.

6. અને તેને સર્વ કરો.


સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution