લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
24, ઓક્ટોબર 2026 |
1683
ડિંડોલી પોલીસ પાસે મળતી માહિતી અનુસાર સાંઈપોઇન્ટ પાસે લક્ષ્મી નારાયણ સોસાયટીમાં વિભાગ-૦૨માં શ્રીકાંત ઉદયનાથ તિવારી તેમના પરિવાર સાથે રહે છે. તિવારીએ મકાનની ઉપરનાં માળે ત્રણ રૂમો બનાવી છે. છ-એક મહિના પહેલા રાજેશ રામસ્વરૂપ મિશ્રા અહીં એક ખોલી ભાડે લીધી હતી. બાદમાં તે વતન જઇ તેની પત્ની રાજાબાઇ ઉર્ફે રાણી તથા તેનો ભાઇ રામપ્રસાદ તથા તેનો છોકરા ગોલુને લઇ આવ્યો હતો. પાંચેક દિવસથી આ પાંચેય જણા રૂમમાં રહેતાં હતાં. રાજેશ મિશ્રા આશિષભાઇ સાથે કલક કામ કરતો હતો, જ્યારે તેની પત્ની રાણી ઉધના રોડ નંબર-૦૬ પર નવા એસ્ટેટમાં કામે જતી હતી. ૨૩મી તારીખે સવારે સાતેક વાગ્યે શ્રીકાંત તિવારીના ઘરમાંથી અચાનક તીવ્ર દુર્ગંધ આવવા માંડી હતી. તિવારીએ ઘરમાં કે આસપાસ બિલાડી, ઉંદર મરી ગયું હશે એમ વિચારી તપાસ કરી હતી. જાે કે, દાદર પર જતાં ઉપરથી વાસ આવતી હોવાનું લાગ્યું હતું. જાે કે, દાદર પર લગાવેલી લોખંડની જાળીને તાળું હતું.
કલરકામ કરતો રાજેશ મિશ્રા તેના શેઠ આશિષ સાથે ઉધના ત્રણ રસ્તા પાસે ઉભો રહેતો હોય ચાવી લેવાના ઇરાદે તેને શોધવા ગયો હતો. શ્રીકાંત તિવારી આશિષભાઇને શોધતો હતો ત્યારે તેની દીકરી સપનાનો કોલ આવ્યો હતો. તેણીએ કહ્યું કે, આશિષભાઇ આપણા ઘરે આવ્યા છે, તમને શોધે છે. પોણા એક વાગ્યે દીકરીનો આ કોલ આવ્યા બાદ મિશ્રા ઘરે પહોંચ્યા હતાં. અહીં મળેલા આશિષભાઇને તિવારીએ મિશ્રાનાં રૂમમાંથી આવતી તીવ્ર વાસ અંગે વાત કરી હતી.
ત્યારબાદ આશિષનાં કહેવાથી તિવારી રાજેશ મિશ્રાના સાઢુભાઇ રાજલલન તથા તેની સાળી રામબાઇ ને બોલાવી લાવ્યા હતાં. પોણા ત્રણેક વાગ્યે તેઓ આવ્યા પછી પરંતુ કોઇની પાસે ચાવી ન હોવાથી પોલીસને જાણ કરાઇ હતી. આ દરમિયાન રાજલલને જણાવ્યું હતું કે, રાજાબાઇ ઉર્ફે રાણી હકીકતમાં આ રાજેશ મિશ્રાની પ્રેમિકા છે. અને મિશ્રા જેને ભાઇ કહેતો હતો એ રામપ્રસાદ હકીકતમાં રાણીનો પતિ તેમજ ગોલું મિશ્રાનો નહી પરંતુ રાણી તથા રામપ્રસાદનો દિકરો છે. જેઓ મધ્યપ્રદેશનાં સતના જિલ્લાનાં મજગાંવ તાલુકાના રહેવાસી છે.
આ સાંભળી શ્રીકાંત તિવારી છક થઇ ગયો હતો.
દરમિયાનમાં પોલીસ આવી જતાં ગ્રીલને મરાયેલું તથા રાજેશ મિશ્રાની રૂમને મરાયેલું તાળુ તોડવામાં આવ્યું હતું. બારણું ખોલતાં રૂમમાંથી તીવ્ર ગંધ આવી હતી. અંદર તપાસ કરાતાં પચાસ વર્ષીય રાજેશ રામસ્વરૂપ મિશ્રા મૃત હાલતમાં મળી આવ્યો હતો. તેનું શરીર ફુલીને મોટું થયેલ હતું અને તેના મોઢા ઉપર જમણી તરફ કોઇ તિક્ષ્ણ હથિયાર વડે ઘા મારાયો હોવાથી પુષ્કળ લોહી નીકળી થીજી ગયેલું દેખાયું હતું.
મિશ્રાની લાશ મળી જ્યારે તે પત્ની તરીકે ઓળખાવતો હતો એ પ્રેમિકા રાણી અને તેણીનો દીકરો ગોલું મળ્યા ન હતાં. રાજેશ મિશ્રાનાં સાઢુભાઇ રાજલલને તેના મોબાઇલ ફોનથી રામપ્રસાદને કોલ કર્યો પરંતુ તેનો ફોન લાગ્યો ન હતો. જેથી પોલીસે રાજેશ મિશ્રાની હત્યાનો ગુનો નોંધી તેની પ્રમિકા તથા પતિ અને દીકરાની શોધખોળ સાથે તપાસ આરંભી છે.
૨૦મી તારીખે રાત્રે રાજેશની હત્યા કરાઇ હોવાની પોલીસને આશંકા
ડિંડોલી પોલીસનાં કહેવા પ્રમાણે રાજેશની હત્યા બાદ તેના અંગત સંબંધોને લઇ ચોંકાવનારી વાતો બહાર આવી છે. રાજેશનાં સાઢુ રાજલલને તે પ્રેમિકાનાં પરિવાર સાથે રહેતો હોવાનું જણાવ્યું હતું. રાજેશની હત્યા આ પારકી પરણેતર સાથેના પ્રેમ સંબંધને લઇ થઇ હોવાની શક્યતા બહાર આવી છે. રૂમ માલિક શ્રીકાંત તિવારી તથા આડોશી પાડોશીએ છેલ્લે ૨૦મી તારીખે રાત્રે રાણી અને રાજેશ મિશ્રાને જાેયાની વાત કરી છે. જેથી ૨૦મીએ મોડી રાત્રે રાજેશની હત્યા કરી પ્રેમિકા તેના પતિ અને પુત્ર સાથે ભાગી ગયાની શક્યતાને આધાર બનાવી તેમની શોધખોળ શરૂ કરાઇ છે.