/
ધન રાશિ ભવિષ્ય
  • ધનુ રાશી ભવિષ્ય

    ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે. ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે.

રાજકોટમાં વૃદ્ધાશ્રમ દ્વારા ૨૨ અનાથ દીકરીઓનાં લગ્ન

રાજકોટ, દીકરાનું ઘર વૃદ્ધાશ્રમ દ્વારા આજ રોજ સતત ચોથા વર્ષે વહાલુડીના વિવાહનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આજે ૨૨ દીકરી એકસાથે પ્રભુતામાં પગલા માંડશે. આજે જે ૨૨ દીકરીઓના લગ્ન છે તેમાં કોઇએ માતા-પિતા તો કોઇએ પિતાની છત્રછાયા ગુમાવી છે. માતા-પિતા ભલે હયાત નથી પરંતુ દીકરાનું ઘર વૃદ્ધાશ્રમના સૌ કાર્યકર્તાઓ પોતાની નાની બહેન કે દીકરી પરણતી હોય તે રીતે ઉત્સાહભેર આ વહાલુડીના વિવાહમાં જાેડાયા છે. ૨૨ દીકરીઓના રાજકુંવરીની જેમ શાહી લગ્ન યોજાઇ રહ્યા છે. આયોજક મુકેશ દોશીએ જણાવ્યું હતું કે, દીકરાનું ઘર વૃદ્ધાશ્રમ આમ તો ઘણી બધી સેવાકીય પ્રવૃત્તિ સાથે જાેડાયેલું છે. પરંતુ છેલ્લા ૩ વર્ષથી કરવામાં આવતા આજના દિવસે સતત ચોથા વર્ષે જે આયોજન કર્યું છે તે એટલા માટે કે વહાલુડીના વિવાહ કાર્યક્રમ અમારા સૌનો પ્રિય કાર્યક્રમ છે. અત્યાર સુધી કુલ ૮૮ દીકરીઓ કે જેમને માતા-પિતા બંને હયાત નથી અથવા તો પિતા હયાત નથી તેવી દીકરીઓને પરણાવી છે. આજે વધુ ૨૨ દીકરીઓનો લગ્નોત્સવ યોજાઇ રહ્યા છે. ત્યારે ૧૭૧ કાર્યકર્તાની દોઢ મહિનાની મહેનત બાદ વહાલુડીના વિવાહ શરૂ થતા અનેરો આનંદ જાેવા મળી રહ્યો છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, જેમ કોઈ કરોડપતિ પરિવારની દીકરી પરણતી હોય તે જ રીતે વહાલુડીના વિવાહ યોજાઇ રહ્યા છે. આજે બપોરે ૨.૩૦ વાગ્યે જાન પ્રસ્થાન બાદ ૩.૩૦ વાગ્યે બેન્ડવાજા તેમજ ડીજેના તાલે વાજતે ગાજતે બગી ઉપર વરરાજાઓનું આગમન થયું હતું. બાદમાં દાતાઓ અને કન્યાદાન કરનાર દંપતી તેમજ સંસ્થાના આગેવાનો દ્વારા દીકરીઓનું પૂજન કરવામાં આવ્યું હતું. ખાસ લગ્ન મંડપમાં દીકરીઓનું સ્વાગત પણ કોલ્ડ ફાયર અને બલૂન મારફતે ફૂલથી કરવામાં આવ્યું હતું. સામાન્ય રીતે એક પિતા દીકરીને તેમના લગ્ન સમયે ઘર વખરીની તમામ નાનામાં નાની વસ્તુથી લઇ સોના-ચાંદીના ઘરેણાં પહેરવા કપડાં અને બેડ તેમજ કબાટ આપે એ જ રીતે વહાલુડીનાં વિવાહમાં ૨૨ દીકરીઓને ૨૨૫ જેટલી વસ્તુઓ કરિયાવરમાં આપવામાં આવી છે. સામાન્ય દીકરીની જેમ જ દીકરીના ગત ૧૨ ડિસેમ્બરના રોજ રાસ ગરબા, ગઈકાલે ફૂલેકુ રાખવામાં આવ્યું હતું અને આણુ જાેવા માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું.આજે જે દીકરીના લગ્ન છે તે દીકરીઓ પૈકી એક દીકરી લુણાગરિયા હેત્વીએ જણાવ્યું હતું કે, મારા પિતાનું કોરોનામાં બીજી ઘાતક લહેર દરમિયાન મૃત્યુ થયા બાદ ઘરની પરિસ્થિતિ આર્થિક સારી ન હતી. પરંતુ આજે મારા લગ્ન છે, પિતાની હયાતી જરૂર નથી પરંતુ સ્વપ્ને પણ વિચાર્યું ન હતું કે મારા લગ્ન આટલી સારી અને જાજરમાન રીતે થશે. રાજકુંવરીના લગ્ન હોય તેવા અમારા લગ્ન થઇ રહ્યા છે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution