યમુના એક્સપ્રેસવે પર દોડતી બસમાં ભીષણ આગ, ૯નાં મોત ગ્રેટર 
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
24, સપ્ટેમ્બર 2026  |   2574

ઉત્તર પ્રદેશના ગ્રેટર નોઈડામાં જેવર પોલીસ સ્ટેશન વિસ્તારમાં યમુના એક્સપ્રેસવે પર મોટો અકસ્માત થયો છે. અહીં દોડતી સ્લીપર બસમાં અચાનક ભીષણ આગ લાગી હતી. બસમાં આશરે ૪૦થી ૫૦ મુસાફરો સવાર હતા. જીવ બચાવવા માટે કેટલાક મુસાફરોએ બસમાંથી કૂદકો માર્યો હતો. આ દુર્ઘટનામાં ૯ લોકોનાં મોત થયા છે. નોઈડા પોલીસે આ વાતની પુષ્ટિ કરી છે. આ અકસ્માત યમુના એક્સપ્રેસવે પર જેવર વિસ્તારમાં દયાનતપુર ગામ નજીક થયો હતો. બસ ગ્રેટર નોઈડાથી આગ્રા તરફ જઈ રહી હતી. આ દરમિયાન બસમાં અચાનક આગ લાગી હતી. થોડી જ વારમાં આગે આખી બસને પોતાની ઝપેટમાં લઈ લીધી હતી. પ્રારંભિક અહેવાલોમાં જણાવવામાં આવ્યું હતું કે આગની જાણ થતાં જ ડ્રાઈવરે બસને રસ્તાની બાજુમાં ઊભી રાખી હતી અને ઘણા મુસાફરો બહાર નીકળી ગયા હતા. પોલીસના પ્રાથમિક અહેવાલમાં પણ મુસાફરોએ બસમાંથી કૂદીને પોતાનો જીવ બચાવ્યો હોવાની માહિતી આપવામાં આવી હતી. જાેકે, નોઈડા પોલીસ પાસેથી મળેલી તાજી માહિતી અનુસાર આ અગ્નિકાંડમાં ૯ મુસાફરોનાં મોત થયા છે. મુખ્યમંત્રી યોગીએ મૃતકોના પરિવારજનો સાથે વાત કરી અને તેમને શક્ય તમામ મદદ ઉપલબ્ધ કરાવવાનો નિર્દેશ આપ્યો છે. તેમણે ઘાયલો ઝડપથી સ્વસ્થ થાય તેવી શુભેચ્છા વ્યક્ત કરી છે. બસમાં આગ ઝડપથી ફેલાઈ જતાં કેટલાક મુસાફરો અંદર જ ફસાઈ ગયા હતા અને તેમને બહાર નીકળવાની તક મળી નહોતી. 

મૃતકોમાં વૃદ્ધ મહિલા અને દિવ્યાંગ બાળકોનો પણ સમાવેશ થાય છે. ઘાયલોને કૈલાશ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બસ દિલ્હીથી મહોબા જઈ રહી હતી. બસનો નંબર BR 32 PA 8647  હોવાનું જણાવવામાં આવ્યું છે. આ બસ રાજકલ્પના ટ્રાવેલ્સની હોવાનું કહેવાય છે. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર બસમાં આગ લાગ્યા બાદ ધુમાડો અને ઊંચી જ્વાળાઓ જાેવા મળતાં મુસાફરોમાં અફરાતફરી મચી ગઈ હતી. ડ્રાઈવરે ઝડપથી એક્સપ્રેસવેની બાજુમાં બસ રોકી હતી, ત્યારબાદ કેટલાક મુસાફરોએ કૂદીને પોતાનો જીવ બચાવ્યો હતો. બીજી તરફ, કેટલાક લોકોએ બસમાંથી ફટાકડા ફૂટવા જેવા અવાજાે સંભળાયા હોવાનો દાવો કર્યો છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution