23, સપ્ટેમ્બર 2025
અલીગઢ |
3366 |
કારનું ટાયર ફાટ્યું, ટેન્કર સાથે અથડાઈ, કાર બળીને ખાખ
યુપીમાં અલીગઢના જીટી રોડ પર ચાર લોકો જીવતાં ભડથું થઈ ગયા હતા. 100 કિમી કલાકની ઝડપે જઈ રહેલી એક કારનું ટાયર અચાનક ફાટ્યું હતુ જેના કારણે કાર ચાલકે કાબુ ગુમાવ્યો, ડિવાઈડર તોડીને બીજી બાજુ પસાર થઈ રહેલી ટેન્કર સાથે અથડાઈ હતી. અકસ્માતમાં એક રાહદારીએ કારમાંથી એકને બહાર કાઢ્યો હતો. ત્યારબાદ જોરદાર ધડાકો થયો અને બંને વાહનોમાં આગ લાગી હતી. આ અકસ્માતમાં કારમાં સવાર ત્રણ લોકો અને ટેન્કર ચાલક જીવતા સળગી ગયા હતા. રાહદારીઓએ આ અકસ્માત અંગે પોલીસને જાણ કરી હતી.
પોલીસ ફાયર બ્રિગેડની ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચી. આગ બુઝાવી હતી. પોલીસે મૃતદેહોને બોડી બેગમાં ભરીને હોસ્પિટલમાં પીએમ માટે ખસેડ્યાં હતા.જોકે, હજુ સુધી કોઈની ઓળખ થઈ નથી. કાર એટાથી અલીગઢ જઈ રહી હતી, અને ટેન્કર અલીગઢથી એટા જઈ રહ્યું હતું.