ઇન્દોરમાં બહુમાળી ઇમારત ધરાશાયી, 2 ના મોત
23, સપ્ટેમ્બર 2025 ઈન્દોર   |   3366   |  

12 નું રેસ્ક્યુ કરાયું, 3 માળની બિલ્ડિંગમાં 4 પરિવાર રહેતા હતા

ઇન્દોરમાં સોમવારે રાત્રે એક બહુમાળી ઇમારત ધરાશાયી થતાં ખળભળાટ મચી ગયો હતો. આ દુર્ઘટનામાં 2 લોકોના મોત થયા છે. જ્યારે 12 લોકોનુ રેક્સયુ કરવામાં આવ્યું હતુ.

ઇન્દોરમાં જવાહર માર્ગ પર પ્રેમસુખ ટોકીઝની પાછળ એક મકાન ધરાશાયી થયું હતુ. આ 3 માળની ઇમારતમાં 4 પરિવારો રહેતા હતા. અકસ્માત બાદ તુરંત બચાવ અને રાહત કામગીરી શરૂ કરવામાં આવી હતી. ઘટના સમયે મકાનમાં હાજર 14 લોકોમાંથી 12 લોકોને બચાવી લેવાયા હતા. આ અકસ્માતમાં 2 લોકોના મોત થયા છે.

જિલ્લા કલેક્ટર શિવમ વર્માએ જણાવ્યું કે આ મકાનમાં 14 લોકો હતા, જેમાંથી 12 લોકોને બચાવી લેવામાં આવ્યા છે, તેમાંથી એકને પગમાં ગંભીર ઈજા થઈ છે અને તેની સારવાર ચાલી રહી છે. આ ઘટનામાં 2 લોકોના મોત થયા છે. આ અકસ્માત કેવી રીતે થયો તેની તપાસ કરવામાં આવશે. આ મકાન લગભગ 10-15 વર્ષ જૂનું છે. કહેવાય છે કે વરસાદને કારણે બિલ્ડિંગમાં તિરાડો પડી ગઈ હતી.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution