23, સપ્ટેમ્બર 2025
વોશિંગ્ટન |
2673 |
H1B વિઝાની ફીમાં 1 લાખ ડોલર કર્યા બાદ અમેરિકાએ આપ્યા યુટર્નના સંકેત!
ટ્રેડ ડીલ અને ટેરિફ અંગે વિવાદ બાદથી જ ભારત અને અમેરિકાના સંબંધોમાં સતત તણાવ વધી રહ્યો છે. ત્યારે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે H1B વિઝાની ફીમાં વધારો કરી 1 લાખ ડોલર કરી નાંખી હતી. H1B વિઝાનો સૌથી વધુ લાભ ભારતીયો જ ઉઠાવતા હતા. જોકે હવે ટ્રમ્પની ટીમ દ્વારા આ મામલે પણ યુટર્નના સંકેત મળ્યા છે જેમાં અમુક લોકોને ફીઝમાં છૂટ અપાઈ શકે છે.
H1B વિઝામાં ફીઝ વધારાના કારણે સૌથી મોટો ઝટકો અમેરિકાની દિગ્ગજ ટેક અને આઈટી કંપની તથા મેડિકલ ક્ષેત્રને થયો છે. આ નિર્ણયના કારણે કંપનીઓ અને કર્મચારીઓમાં અફરાતફરીનો માહોલ છે. એવામાં વ્હાઈટ હાઉસે સંકેત આપ્યા છે કે ડૉક્ટર તથા મેડિકલ રેસિડેન્ટ્સને ફીઝ વધારામાંથી છૂટ આપવામાં આવી શકે છે. વ્હાઈટ હાઉસના પ્રવક્તા ટેલર રોઝર્સે અંગે જાણકારી આપી છે.