23, સપ્ટેમ્બર 2025
મુંબઈ |
2970 |
સ્પાઈડર મેન બ્રાન્ડ ન્યૂનું શૂટિંગ અટક્યું, ફિલ્મ વધુ લંબાય તેવી શક્યતા
ટોમ હોલેન્ડને સ્પાઇડર મેન બ્રાન્ડ ન્યૂ ડેના સેટ પર ઇજા થતાં સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. તેને માથાના ભાગે ઈજા થઈ હોવાથી કેટલાંક સપ્તાહ સુધી આરામની સલાહ અપાઈ છે. તેનું માથું જોરથી અથડાયું હતું તેના લીધે તેને આંખે ઝાંખપ, ચક્કર આવવાં સહિતની તકલીફો સર્જાઈ હતી.
ગત શુક્રવારે વોટફોર્ડના લીવેસ્ડેન સ્ટુડિયોમાં શૂટિંગ દરમિયાન તેની બોડી ડબલ તરીકે કામ કરતી વખતે એક મહિલા સ્ટંટ કલાકારને પણ ઇજા થઇ હતી. ઈજાગ્રસ્ત થયેલા બંનેને હોસ્પિટલ ખસેડવા માટે સેટ પર જ એમ્બ્યુલન્સ બોલાવવી પડી હતી.
ઈંગ્લેન્ડમાં શૂટિંગ દરમિયાન આ દુર્ઘટનાને કારણે ફિલ્મનું શૂટિંગ લાંબા સમય સુધી પાછુ ઠેલાય તેવી શક્યતા છે. આ ફિલ્મની રીલિઝ હવે વધુ વિલંબની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.