ખાણખનીજ વિભાગનો દરોડો : ૩ હીટાચી અને ૧૨ ડમ્પર સાથે કરોડનો મુદ્દામાલ જપ્ત
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
15, ઓક્ટોબર 2026  |   2178

આણંદ જીલ્લામાંથી પસાર થતી મહિસાગર નદીના પટમાંથી મોટાપાયે ગેરકાયદે રેતી ખનન સ્થાનિક નેતાઓ ના આશીર્વાદ થી થતું હોવાના પગલે સ્થાનિક વિપક્ષ રાજકીય નેતા દ્વારા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને લેખીત રજુઆત કરી ગેરકાયદે થતાં રેતી ખનન પર રોક લગાવવામાં આવે ની માંગ કરી હતી.જેના પગલે હવે રેતી માફિયાઓએ દરિયાઇ પટમાંથી રેતી ખનન કરવા પર ડોળો મંડારતા ખંભાત તાલુકાના વડગામે દરિયા પટમાંથી ગેરકાયદે રેતી ખનન કરતાં સમયે આણંદ ખાણખનીજ વિભાગના રોયલ્ટી ઇન્સ્પેક્ટર પરાગ વિરડિયા,માઇન સુપરવાઇઝર પાવન બારોટ તથા સંકેત પટેલે ટીમ સાથે સ્થળ પર પહોંચી સપાટો બોલાવી ૩ ઇટાચી મશીન સહિત ૧૨ ડમ્પર મળી કુલ કરોડનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળેલ છે.ખાણખનીજ વિભાગ દ્વારા ગેરકાયદે રેતી ખનન કરતા માફિયા પર લાલઆંખ કરતાં ફફડાટ વ્યાપી જવા પામ્યા નું જાણવા મળેલ છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution