સેશેલ્સ ખાતે નેશનલ બોટનિકલ ગાર્ડનમાં મોદીએ જાયન્ટ કાચબાઓને પત્તાં ખવડાવ્યા
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
27, જુન 2026  |   1485


૫ીએમ નરેન્દ્ર મોદી શનિવારે ત્રણ દિવસીય પ્રવાસે સેશેલ્સ પહોંચ્યા. રાજધાની વિક્ટોરિયામાં રાષ્ટ્રપતિ પેટ્રિક હર્મિનીએ તેમનું સ્વાગત કર્યું. બંને નેતાઓએ નેશનલ બોટનિકલ ગાર્ડનમાં એલ્ડાબ્રા જાયન્ટ કાચબાઓને પાંદડા ખવડાવ્યા. મોદી ૨૯ જૂને સેશેલ્સના ૫૦મા રાષ્ટ્રીય દિવસ સમારોહમાં મુખ્ય અતિથિ પણ હશે.

હિંદ મહાસાગરમાં આવેલા આ નાના ટાપુ દેશનો ભારત સાથેનો સંબંધ માત્ર વ્યૂહાત્મક જ નહીં, પરંતુ ૨૫૬ વર્ષ જૂનો પણ છે. વર્ષ ૧૭૭૦માં જ્યારે અહીં પ્રથમ કાયમી વસાહત સ્થાપવામાં આવી, ત્યારે ત્યાં પહોંચેલા ૨૭ લોકોમાં ૫ ભારતીયો પણ સામેલ હતા. બાદમાં બિહાર, તમિલનાડુ અને ગુજરાતમાંથી પણ મોટી સંખ્યામાં ભારતીયો અહીં આવીને વસી ગયા.

આજે સેશેલ્સની લગભગ ૧.૨૦ લાખની વસ્તીમાં લગભગ દર આઠમો નાગરિક ભારતીય મૂળનો છે. દેશના રાષ્ટ્રપતિ વેવેલ રામકલાવનના પૂર્વજાે પણ બિહારના ગોપાલગંજ જિલ્લાના હતા. આવા સંજાેગોમાં મોદીનો આ પ્રવાસ બંને દેશોના ઐતિહાસિક, સાંસ્કૃતિક અને વ્યૂહાત્મક સંબંધોને નવી મજબૂતી આપનારો માનવામાં આવી રહ્યો છે.પોર્ટુગીઝ નાવિક વાસ્કો દ ગામાએ સૌપ્રથમ ૧૫૦૨માં સેશેલ્સની શોધ કરી હતી.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution