મોનાએ બીજાે ગોલ્ડ મેડલ અને હનીએ પણ ભાલા ફેંકમાં ગોલ્ડ મેડલ જીત્યો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
23, ઓક્ટોબર 2026  |   3564


ભારતીય ખેલાડીઓએ એશિયન પેરા ગેમ્સ ૨૦૨૬માં બે ગોલ્ડ મેડલ જીતીને અને વિશ્વ રેકોર્ડ બનાવીને દેશનું ગૌરવ વધાર્યું. શૂટર મોના અગ્રવાલે મહિલાઓની ૧૦ મીટર એર રાછઇફલ સ્ટેન્ડિંગ જીૐ૧ ઇવેન્ટમાં ૩૫૭.૫ ના થ્રો સાથે વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો, જ્યારે હનીએ પુરુષોની ભાલા ફેંક હ્લ૩૭/૩૮ માં ૬૦.૪૯ મીટરના થ્રો સાથે નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો. શૂટર મોના અગ્રવાલે મહિલાઓની ૧૦ મીટર એર રાઇફલ સ્ટેન્ડિંગ જીૐ૧ ઇવેન્ટમાં વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો અને ગોલ્ડ મેડલ જીત્યો. મોનાએ ૩૫૭.૫ પોઇન્ટ મેળવ્યા, જે સ્વીડનની અન્ના બેન્સનના ૩૫૬ પોઇન્ટના અગાઉના વર્લ્ડ રેકોર્ડને પાછળ છોડી દે છે. ચીનની કુઇપિંગ ઝાંગે ૩૫૩.૭ ના સ્કોર સાથે સિલ્વર મેડલ જીત્યો, દક્ષિણ કોરિયાની મ્યોંગ કિમે ૩૪૪.૪ ના સ્કોર સાથે બ્રોન્ઝ મેડલ મેળવ્યો. ઈરાનના હોર્મોઝ સેદીકાઝપૌંજીએ ૫૦.૬૮ મીટરના શ્રેષ્ઠ થ્રો સાથે સિલ્વર મેડલ જીત્યો. ચીનના યુ ચેંગજીએ ૫૩.૬૬ મીટરના થ્રો સાથે બ્રોન્ઝ મેડલ જીત્યો. હ્લ૩૭ અને હ્લ૩૮ શ્રેણીઓએ સંયુક્ત રીતે સ્પર્ધા કરી, અને રઝા પોઈન્ટ્સે પણ અંતિમ સ્થાન નક્કી કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી. હનીએ ૧૧૧૬ રઝા પોઈન્ટ મેળવ્યા અને ગોલ્ડ મેડલ જીત્યો. અંતિમ પ્રયાસમાં ૬૦.૪૯ મીટરના થ્રો સાથે વિશ્વ રેકોર્ડ બનાવ્યો. હની ભાલા ફેંકવામાં વિશ્વ રેકોર્ડ બનાવ્યાના બે દિવસ પહેલા, ડિસ્કસ થ્રો હ્લ૩૭ માં કાંસ્ય ચંદ્રક પણ જીત્યો હતો.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution