/
ધન રાશિ ભવિષ્ય
  • ધનુ રાશી ભવિષ્ય

    ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે. ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે.

ભરૂચના 9 ગામના 200થી વધુ ભાજપ કાર્યકરો બીટીપીમાં જાેડાયા

ભરૂચ-

તાજેતરમાં ભાજપાએ બીટીપીના ગઢ એવા ઝઘડિયા તાલુકામાં ગાબડું પાડી ૨૦૦થી વધુ કાર્યકરોને કેસરીયો ધારણ કરાવ્યો હતો, તો ગણતરીના દિવસોમાં જ ભાજપને પણ મોટો ઝટકો મળ્યો હોય તેમ પક્ષના ૨૦૦ કાર્યકરોએ બીટીપીની રીક્ષા પકડતા ભરૂચ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા રાજકારણ ગરમાયુ છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઝઘડિયા તાલુકામાંથી હવે બીજેપીના સક્રિય કાર્યકરો, સરપંચો અને આગેવાનોએ બીટીપીનો ખેસ ધારણ કર્યો છે. તાલુકાના વિવિધ ૯ ગામના ભાજપ સમર્થક કાર્યકરો બીટીપીમાં જાેડાયા છે.

ધારાસભ્ય છોટુ વસાવાએ કાર્યકરો અને સરપંચોને ખેસ પહેરાવી પાર્ટીમાં પ્રવેશ આપ્યો છે. આશરે ૨૦૦ થી વધુ કાર્યકરો બીટીપીમાં જાેડાતા સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા કાર્યકરોની તોડજાેડ પાર્ટીઓમાં પૂરજાેશમાં હોય તેમ લાગી રહ્યું છે. ઝઘડીયા - ઉમલ્લાનાં ભાજપના સક્રિય કાર્યકર્તા જયદીપસિંહ મહિડા,

સરસાડ ગામના સરપંચ અને કાકલપોર ગામનાં ડે સરપંચ અને પંચાયતના સભ્ય, વઢવાણાના સરપંચ હરેશ વસાવા, મહેન્દ્રસિંહ મહીડા (પંચાયત સભ્ય) અને પાણેથા ગામના હાર્દિક પટેલ, અજય પાટણવાડિયા, રમેશ વસાવા, પ્રવિણ વસાવા, સુરેશ વસાવા સુથારપરા ગામનાં સરપંચ અંકિત પાંજરોલીયા, યુવા આગેવાન સારસા ગામ સહિત ૨૦૦ થી વધુ કાર્યકરો બીટીપીમાં જાેડાતા તોડજાેડની રાજનીતિનો પ્રારંભ થઇ ચુક્યો છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution