31, ઓગ્સ્ટ 2025
વડોદરા |
1782 |
આરોપી સામે અનેક ગુના
માંજલપુર વિસ્તારમાં મારામારીના એક કરતાં વધુ ગુનામાં સામેલ આરોપી યુવકને માંજલપુર પોલીસ દ્વારા તડીપાર કરવામાં આવ્યો છે.માંજલપુર પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું,માંજલપુર પોલીસ સ્ટેશનના પો.ઇન્સ. એલ.ડી.ગમારા નાઓના માર્ગદર્શન હેઠળ તથા પોલીસ સ્ટાફ દ્વારા માંજલપુર પોલીસ સ્ટેશનમાં મારામારી તેમજ શરીરસબંધી ગુનાઓ આચરતા આરોપી રાજ ગણેશ વારકે ઉ.વ.૨૮, રહેવાસી -મ.નં.૩૭, લક્ષ્મીનગર કોતર તલાવડી ત્રીવેણી સંગમ સ્કુલ પાસે માંજલપુર, વડોદરા શહેરની અટક કરાઈ હતી.ત્યારબાદ તેના વિરૂધ્ધમાં તડીપાર (હદપાર) માટેની કાર્યવાહી કરાતા , હુકમ આધારે આરોપીને દોઢ વર્ષની મુદત માટે વડોદરા શહેર તથા વડોદરા જીલ્લાની હદમાંથી તડીપાર (હદપાર) કરી આજરોજ અમદાવાદ શહેર ખાતે મોકલી આપવામાં આવેલો છે,તડીપાર (હદપાર) રાજ ગણેશ વારકે ઉ.વ. ૨૮, (રહેવાસી -મ.નં.૩૭, લક્ષ્મીનગર કોતર તલાવડી ત્રીવેણી સંગમ સ્કુલ પાસે માંજલપુર) સામે માંજલપુર વિસ્તારમાં એક કરતા વધુ ગુના નોંધાયા હોવાનું પોલીસ તપાસમાં સપાટી પર આવતાં તેની સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.