લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
10, સપ્ટેમ્બર 2026 |
4158
ભાજપના રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાનો SIR વિવાદ હજુ શમ્યો નથી. પંજાબના વોટર લિસ્ટમાંથી રાઘવ ચઢ્ઢાનું નામ હટી જવાથી રાજકારણ ગરમાયું છે. આ વચ્ચે એક જીૈંઇ કાંડે હલચલ મચાવી દીધી છે. હવે પીએમ મોદીના વિશ્વાસુ નંદન નિલેકણીનું નામ જ SIRની ગરબડ વાળી લિસ્ટમાં સામેલ છે.
કર્ણાટકમાં વોટર લિસ્ટના સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન (SIR) દરમિયાન બહાર આવેલી યાદીમાં નંદન નીલેકણિ અને તેમના પરિવારજનોના નામો સામેલ કરવામાં આવ્યા છે.આ યાદીમાં ૭૧ વર્ષીય નંદન નીલેકણિ, તેમના પત્ની રોહિણી (૬૭ વર્ષ), પુત્રી જાન્હવી(૩૮ વર્ષ) અને પુત્ર નિહાર (૩૬ વર્ષ)ના નામ સામેલ છે. ડોક્યુમેન્ટ વેરિફિકેશન પ્રોસેસ દરમિયાન તેમને નોટિસ પાઠવવામાં આવી શકે છે. આ તમામના નામ સામે ‘Unmapped with last SIR’ ’ લખવામાં આવ્યું છે, જેનો અર્થ એ થાય છે કે વર્ષ ૨૦૦૨ના વોટર લિસ્ટમાં તેમના નામ નથી મળ્યા. નંદન નીલેકણિ પરિવારનું નામ મ્સ્ લેઆઉટ મતવિસ્તારના ડ્રાફ્ટ વોટર લિસ્ટમાં છે. તેઓ કોરમંગલાના થર્ડ બ્લોકમાં આવેલી રેડ્ડી જનસંઘ હાઈસ્કૂલમાં મતદાન કરે છે. ફાઈનલ વોટર લિસ્ટ ૨૭ ઓક્ટોબરે જારી કરાશે. જેમાં નામ યથાવત રાખવા માટે તેમણે ચૂંટણી પંચ દ્વારા માન્ય ૧૧ ડોક્યુમેન્ટ્સમાંથી કોઈ એક ડોક્યુમેન્ટ રજૂ કરવો પડશે.નંદન નીલેકણિએ ૨૦૧૪માં બેંગલુરુ સાઉથ બેઠક પરથી લોકસભા ચૂંટણી લડી હતી.