હવે, ખાનગી કંપનીઓને પણ DRDO મિસાઇલ ટેક્નોલોજી આપવામાં આવશે
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
25, ઓગ્સ્ટ 2026  |   2574

ભારતના સંરક્ષણ ક્ષેત્રને વધુ આર્ત્મનિભર બનાવવા માટે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે મહત્વપૂર્ણ ર્નિણય લીધો છે. તેમણે ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન (DRDO ) દ્વારા વિકસિત તમામ પરંપરાગત મિસાઇલ સિસ્ટમ્સની ટેક્નોલોજી ભારતીય ઉદ્યોગોને ટ્રાન્સફર કરવાની મંજૂરી આપી છે. આ ર્નિણયથી દેશમાં મિસાઇલના સ્થાનિક ઉત્પાદનને વેગ મળવાની સાથે ખાનગી ક્ષેત્રની ભાગીદારી પણ વધશે. નવી વ્યવસ્થા હેઠળ પાત્ર ભારતીય કંપનીઓ DRDO ની વિકસિત ટેક્નોલોજીનો ઉપયોગ કરીને મિસાઇલ સિસ્ટમનું ઉત્પાદન કરી શકશે. અગાઉ અત્યાધુનિક સંરક્ષણ ટેક્નોલોજીના વિકાસ અને ઉત્પાદન ક્ષેત્રમાં સરકારી સંસ્થાઓની ભૂમિકા વધુ મોટી હતી. હવે ખાનગી ક્ષેત્રને વધુ તક મળવાથી સંરક્ષણ ઉત્પાદનની ક્ષમતા વધારવાનો માર્ગ ખુલશે. આ ર્નિણયનો સૌથી મોટો ફાયદો દેશની સંરક્ષણ સપ્લાય ચેઇનને થઈ શકે છે. મિસાઇલના સંપૂર્ણ ઉત્પાદન માટે વિવિધ પ્રકારના ઇલેક્ટ્રોનિક ઘટકો, વિશેષ સામગ્રી, ચોકસાઇવાળા સાધનો અને અન્ય ટેક્નિકલ સિસ્ટમ્સની જરૂર પડે છે. આથી નાના અને મધ્યમ ઉદ્યોગો ((MSME) ) સહિત અનેક સ્થાનિક કંપનીઓને સંરક્ષણ ક્ષેત્ર સાથે જાેડાવાની નવી તકો મળી શકે છે. સરકારના આર્ત્મનિભરતા અભિયાન માટે પણ આ ર્નિણય મહત્વપૂર્ણ છે. સ્થાનિક સ્તરે મિસાઇલનું ઉત્પાદન વધવાથી વિદેશી સપ્લાયરો પરની ર્નિભરતા ઘટાડવામાં મદદ મળશે. સંકટ અથવા યુદ્ધ જેવી પરિસ્થિતિમાં સશસ્ત્ર દળોને જરૂરી હથિયારોનો પુરવઠો ઝડપથી પૂરો પાડવાની ક્ષમતા પણ મજબૂત થઈ શકે છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution