16, એપ્રીલ 2025
બોડેલી |
1089 |
બોડેલી તાલુકાના ટીબી રોગના દર્દીઓ માટે પૌષ્ટિક આહાર કીટ તૈયાર કરી ને વિતરણ કાર્યક્રમ યોજાયો હતો.ટીબી રોગના દર્દીઓ માટે સરકાર તરફથી મફતમાં નિદાન અને સારવાર આપવામાં આવે છે તે ઉપરાંત જયાં સુધી દર્દી ની સારવાર ચાલે ત્યાં સુધી પૌષ્ટિક આહાર ની ઉણપ નહીં રહે તે માટે તેમનાં બેંક એકાઉન્ટમાં દર મહિને રૂપિયા ૧૦૦૦ જમા કરાવવા માટે ની નિક્ષય પોષણ યોજના હેઠળ જમા કરાવવા માં આવે છે આ ઉપરાંત પણ જેની આર્થિક સ્થિતિ સારી નથી તેવા ટીબી રોગના દર્દીઓ ને સાજા થવા માટે પૌષ્ટિક આહાર ની જરૂર હોય છે તે માટે ઘણા નિક્ષય મિત્ર સેવાભાવી સંસ્થાઓ અને સેવાભાવી દાતાઓના સહયોગથી વધારાનું પૌષ્ટિક આહાર તૈયાર કરી ને આપવામાં આવે છે, તે હેતુથી યોજાયેલ પૌષ્ટિક આહાર કીટ વિતરણ કાર્યક્રમ માં ટીબી ની સારવાર લઈ રહેલા ૨૫ દર્દીઓને પૌષ્ટિક આહાર કીટ આપવામાં આવી હતી.
જિલ્લા ક્ષય અધિકારી ડો ભરતસિંહ ચૌહાણ ના માર્ગદર્શન હેઠળ યોજાયેલ કાર્યક્રમ માં તાલુકા આરોગ્ય કચેરી બોડેલી નાં ઇન્ચાર્જ ટી.એચ. ઓ ડો. ભારતી ગુપ્તા, દિપક ફાઉન્ડેશન નાં આકાંક્ષા રાજપૂત એ ઉપસ્થિત લાભાર્થી ટીબીના દર્દીઓ ને ટીબી રોગના લક્ષણો, તેની જરુરી તપાસ તેમજ સારવાર વિશે વિસ્તૃત માહિતી આપી હતી આ પ્રસંગે સિનિયર ટ્રીટમેન્ટ સુપરવાઈઝર અજયસિંહ સોલંકી , તાલુકા આરોગ્ય સુપરવાઈઝર ગૌરાંગ દરજી સહિત દર્દીઓ ઉપસ્થિત રહ્યા હતા.