રાષ્ટ્રપતિ ટ્રમ્પ સામે મહાભિયોગ લાવવાની તૈયારીમાં વિપક્ષ 
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
05, નવેમ્બર 2026  |   4455

અમેરિકાની મધ્યાવધી ચૂંટણીમાં રિપબ્લિકન પાર્ટીને હરાવીને સંસદના બંને ગૃહોમાં બહુમતી મળી. હવે ડેમોક્રેટ્સ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વિરુદ્ધ મહાભિયોગની તૈયારી કરી રહ્યા છે. એટલે કે તેમને રાષ્ટ્રપતિ પદ પરથી હટાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. ન્યૂઝ એજન્સી મુજબ ડેમોક્રેટ્સ આરોપ લગાવી રહ્યા છે કે ટ્રમ્પે પોતાના પદનો ઉપયોગ કરીને પોતાના નજીકના લોકોને ફાયદો પહોંચાડ્યો અને સંપત્તિ એકઠી કરી. તેનાથી સામાન્ય લોકોને નુકસાન ભોગવવું પડ્યું હતું. ડેમોક્રેટિક સાંસદ રોબર્ટ ગાર્સિયાએ કહ્યું છે કે તેઓ એ જાણવાનો પ્રયાસ કરશે કે રાષ્ટ્રપતિ રહેતા ટ્રમ્પ અને તેમના પરિવારની સંપત્તિમાં કેવી રીતે વધારો થયો. તેમનું ધ્યાન ટ્રમ્પના પુત્રો અને જમાઈ જેરેડ કુશનરના વ્યાવસાયિક સોદાઓ પર છે. 

હાઉસમાં કુલ ૪૩૫ બેઠકો છે. તમામ બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી. વિપક્ષી ડેમોક્રેટિક પાર્ટીએ ૨૪૨ અને ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટીએ ૧૫૧ બેઠકો જીતી છે. ૪૨ બેઠકો પર મતગણતરી ચાલુ છે. ડેમોક્રેટ્સને જરૂરી બહુમતી મળી ગઈ છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે સ્વીકાર્યું છે કે ઈરાન સાથેના યુદ્ધને કારણે મિડટર્મ ચૂંટણીમાં તેમની રિપબ્લિકન પાર્ટીને મોટું નુકસાન થયું. જાેકે, તેમણે તેનો બચાવ કરતાં કહ્યું કે ઈરાનને પરમાણુ હથિયારો બનાવવાથી રોકવા માટે આ જ એકમાત્ર રસ્તો હતો. ઈરાન યુદ્ધને કારણે થોડા સમય માટે પેટ્રોલના ભાવ વધી ગયા હતા. પરંતુ જાે મને ફરીથી ર્નિણય લેવાની તક મળે, તો હું ફરીથી આવું જ કરીશ. હાઉસમાં કુલ ૪૩૫ બેઠકો છે. તમામ બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી. વિપક્ષી ડેમોક્રેટિક પાર્ટીએ ૨૪૨ અને ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટીએ ૧૫૧ બેઠકો જીતી છે. ૪૨ બેઠકો પર મતગણતરી ચાલુ છે. ડેમોક્રેટ્સને જરૂરી બહુમતી મળી ચૂકી છે. સેનેટની ૧૦૦ બેઠકોમાંથી ૩૫ પર ચૂંટણી યોજાઈ છે. અત્યાર સુધીમાં ૩૩ બેઠકોનાં પરિણામો જાહેર થઈ ચૂક્યાં છે. તેમાં ડેમોક્રેટિક પાર્ટીએ ૨૦ અને રિપબ્લિકન પાર્ટીએ ૧૩ બેઠકો જીતી છે. બાકીની ૨ બેઠકો પર મતગણતરી ચાલુ છે. આ પરિણામોને સામેલ કરતાં ડેમોક્રેટિક પાર્ટી પાસે ૫૪ અને રિપબ્લિકન પાર્ટી પાસે ૪૪ બેઠકો છે. કુલ ૩૬ બેઠકોમાંથી ૩૪ રાજ્યોનાં પરિણામો જાહેર થઈ ચૂક્યાં છે. ૨૨ ડેમોક્રેટ્સ અને ૧૨ રિપબ્લિકન્સે બેઠકો જીતી છે. ૨ રાજ્યોમાં મતગણતરી ચાલુ છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution