NCPIના આમંત્રણ પર વિપક્ષનો સર્વપક્ષીય બેઠકમાંથી વૉકઆઉટ 
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
19, જુલાઈ 2026  |   5346

રવિવારે સંસદના ચોમાસુ સત્ર પહેલા સરકાર દ્વારા બોલાવવામાં આવેલી સર્વપક્ષીય બેઠકમાંથી વિપક્ષી પક્ષોએ “વોકઆઉટ” કર્યું, જેમાં સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ નેશનલ સિટીઝન્સ પાર્ટી ઓફ ઈન્ડિયાને બેઠકમાં ભાગ લેવા આમંત્રણ આપ્યું હતું. તેમણે કહ્યું કે આ પગલું ધોરણોની વિરુદ્ધ છે અને ટીએમસીના બળવાખોર સાંસદોના “કહેવાતા એનસીપીઆઈ”માં વિલિનીકરણને લોકસભા સ્પીકરે મંજૂરી આપી નથી.ટીએમસી નેતા મહુઆ મોઇત્રાએ જણાવ્યું હતું કે વિપક્ષી પક્ષોએ સરકારના ર્નિણયનો ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. સર્વપક્ષીય બેઠક શરૂ થયા પછી તરત જ વિપક્ષી સભ્યોએ વોકઆઉટ કર્યું. “આજે, કોંગ્રેસ, સપા.ર્, ડીએમકે, જેએમએમ, આપ પાર્ટી, નેશનલ કોન્ફરન્સ, ડાબેરી પક્ષો, શિવસેના યુબીટી સહિત સમગ્ર વિપક્ષે વિરોધમાં સર્વપક્ષીય બેઠકમાંથી વોકઆઉટ કર્યું છે.

 ટેબલ ઓફિસ દ્વારા પૂરી પાડવામાં આવેલી યાદીમાં ઓલ ઈન્ડિયા તૃણમૂલ કોંગ્રેસની સંખ્યા ૨૮ સભ્યો દર્શાવવામાં આવી છે. આ કહેવાતા બળવાખોર ૨૦ સાંસદો, તેમના વિલીનીકરણને સ્પીકર દ્વારા મંજૂરી આપવામાં આવી નથી,” મોઇત્રાએ જણાવ્યું. “૨૦ ગેરલાયકાત અરજીઓ હજુ પણ પેન્ડિંગ છે. ૯૧મા સુધારા પછી, અલગ જૂથ માટે કોઈ જગ્યા નથી.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution