પાકિસ્તાને બે વર્ષમાં પહેલીવાર ટેસ્ટ શ્રેણી જીતી અને શ્રીલંકાને હરાવ્યું 
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
20, નવેમ્બર 2026  |   2079



શુક્રવારે પાકિસ્તાને બીજી ટેસ્ટ ક્રિકેટ મેચના ચોથા દિવસે શ્રીલંકાને આઠ વિકેટથી હરાવીને બે વર્ષમાં પહેલી શ્રેણી જીતી લીધી. શ્રીલંકાએ તેના બીજા દાવમાં ૩૧૬ રન બનાવ્યા અને ૮૯ રનની થોડી લીડ મેળવી. ચોથા દિવસના પહેલા સત્રમાં ૧૩ ઓવરમાં બે વિકેટે ૯૦ રન બનાવીને પાકિસ્તાને જીત મેળવી. આ રીતે પાકિસ્તાને બે મેચની ટેસ્ટ શ્રેણી ૧-૦થી જીતી લીધી. બંને ટીમો વચ્ચેનો પહેલો ટેસ્ટ મેચ ડ્રો રહ્યો હતો. અઝાન અવૈસ ૩૨ રન બનાવીને અણનમ રહ્યો, જ્યારે ઓલરાઉન્ડર આમિર જમાલે ૨૨ બોલમાં અણનમ ૩૪ રન બનાવ્યા, જેમાં પાંચ ચોગ્ગા અને એક છગ્ગાનો સમાવેશ થાય છે. વર્તમાન વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ચક્રમાં ૧૧ મેચમાં પાકિસ્તાનનો આ ત્રીજાે વિજય છે. શ્રીલંકાની ટીમ તેના પ્રથમ દાવમાં ૯૮ રનમાં સમેટાઈ ગઈ હતી, જેના જવાબમાં પાકિસ્તાને ૩૨૫ રન બનાવીને ૨૨૭ રનની મજબૂત લીડ મેળવી હતી. પાકિસ્તાને અગાઉ ૨૦૨૪ માં મુલતાન અને રાવલપિંડીમાં રમાયેલી ટેસ્ટ મેચ જીતીને ઈંગ્લેન્ડ સામે શ્રેણી જીતી હતી. પાકિસ્તાનની જીત છતાં, તેWTCપોઈન્ટ ટેબલમાં ૧૦મા સ્થાને છે. તે દરમિયાન, શ્રીલંકા નવમા સ્થાને છે. દક્ષિણ આફ્રિકા અને ન્યુઝીલેન્ડ હાલમાં ટોચના બે સ્થાનો પર કબજાે કરે છે. પાકિસ્તાનWTC ફાઇનલની રેસમાંથી સંપૂર્ણપણે બહાર થઈ ગયું છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution