પાસપોર્ટ મુસાફરી દસ્તાવેજ નાગરિકતાનો પુરાવો નહીં
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
25, જુન 2026  |   3267


ભારતના વિદેશ મંત્રાલયે હવે સ્પષ્ટતા કરી છે કે પાસપોર્ટ નાગરિક્તા સાબિત કરતો દસ્તાવેજ નથી. પાસપોર્ટ સેવા દિવસની ૧૪મી વર્ષગાંઠના અવસરે મંત્રાલયે આ મહત્ત્વપૂર્ણ જાહેરાત કરી હતી. જાેકે આ નિવેદન પછી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર વ્યાપક ચર્ચા શરૂ થઈ છે કે આખરે નાગરિકતાનો નિર્ણાયક પુરાવો કયો દસ્તાવેજ ગણાય. આ એક એવો મુદ્દો છે, કે જેના અંગે કેન્દ્ર સરકારે હજુ સુધી સ્પષ્ટ અને સર્વસ્વીકાર્ય જવાબ આપ્યો નથી. વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે પાસપોર્ટ મુખ્યત્વે એક મુસાફરી દસ્તાવેજ છે, જેસરકાર દ્વારા આંતરરાષ્ટ્રીય પ્રવાસને સરળ બનાવવા માટે જારી કરવામાં આવે છે. એટલે કે માત્ર પાસપોર્ટ ધરાવવાથી નાગરિક્તા સાબિત થતી નથી. આ બાબત થોડી વિસંગતતા પણ દર્શાવે છે, કારણ કે પાસપોર્ટ તો માત્ર ભારતીય નાગરિકોને જ આપવામાં આવે છે અને દેશના નાગરિક ન હોય તેવા લોકોને દેશને પાસપોર્ટ મળતો નથી. હકીકતમાં પાસપોર્ટ મળવાનો અર્થ એ પણ નથી કે તે તમારી માલિકીની સંપત્તિ છે. પાસપોર્ટના પાછળના કવરમાં સ્પષ્ટ લખેલું હોય છે. કે તે ભારત સરકારની મિલક્ત છે અને સરકાર આદેશ આપે ત્યારે તેને પરત સોંપવો પડશે. 

પાસપોર્ટ સંબંધિત સેવાઓ મોંઘી થઈ

પાસપોર્ટ સંબંધિત સેવાઓ મોંઘી થઈ

કેન્દ્ર સરકારે પાસપોર્ટ અને સંબંધિત સેવાઓના ચાર્જમાં મોટો વધારો કર્યો છે. વિદેશ મંત્રાલયે પાસપોર્ટ (સુધારા) નિયમો, ૨૦૨૬ જાહેર કરીને આ ર્નિણય લીધો છે. ૧ જુલાઈથી નવા દરો અમલમાં આવશે, જેનાથી સામાન્ય નાગરિકો માટે પાસપોર્ટ ₹૨,૦૦૦ સુધી મોંઘો થશે. સરકારે ૧૯૮૦ની જૂની ફી યાદી નાબૂદ કરી નવી ચાર્જ યાદી લાગુ કરવાની જાહેરાત કરી છે. કેન્દ્ર સરકારે પાસપોર્ટની સાથે જાેડાયેલી સેવાઓના ચાર્જમાં મોટો વધારો કર્યો છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution