12, માર્ચ 2021
23562 |
અમદાવાદ-
ખાદ્યતેલોમાં તેજી બેકાબુ હોય તેમ આજે પણ સીંગતેલ, કપાસીયા તેલ, પામોલીન સહીતનાં ખાદ્યતેલો વધુ ઉછળ્યા હતા. સીંગતેલનો ભાવ નવી ઉંચાઈએ પહોંચ્યો હતો.સીંગતેલમાં તો નવી સીઝન શરૂ થઈ ત્યારથી ચાર મહિનાથી તેજી જામેલી છે. કેટલાંક દિવસોથી દસ કિલો લુઝના ભાવ 1500 ની સપાટીએ સ્થિત થયા હતા. આજે આ સ્તર પણ કુદાવી ગયુ હતું અને 1525 ના ભાવ બોલાયા હતો. આજ રીતે કપાસીયા તેલમાં તેજી બેફામ હોય તેમ 1200વાળો ભાવ 1235-1240 થયો હતો.
ટેકસપેઈડ સીંગતેલ ડબ્બાનો ભાવ 2525 ને આંબી ગયો હતો. આજ રીતે કપાસીયા તેલનો ડબ્બો 2100 ના માર્ગે આગળ ધપતો રહ્યો હતો. પામોલીન ડબ્બો પણ 2000 ના ના માર્ગે આગળ વધ્યો હોય તેમ 1950 થી 1955 થયો હતો. સનફલાવર તેલના ડબ્બાનો ભાવ તો સીંગતેલને પણ વટાવી ગયો હતો.વેપારીઓનાં કહેવા પ્રમાણે ખાદ્યતેલોની તેજી કયાં અટકશે તે કોઈ કહી શકે તેમ નથી. કારણ કે વિશ્ર્વ બજાર તથા વાયદા બજારમાં જોરદાર તેજી છે. અને નવા-નવા ઉંચા ભાવ જોવા મળી રહ્યા છે.