લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
11, સપ્ટેમ્બર 2026 |
3267
ભારતીય ક્રિકેટ ટીમના સપોર્ટ સ્ટાફમાં વધુ એક મોટો ફેરફાર થઈ રહ્યો છે. ટીમ ફિઝિયો કમલેશ જૈને પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. જૈને બીસીસીઆઇને પોતાના રાજીનામાની જાણ કરી છે. જાેકે, તેને હજુ સુધી બોર્ડ તરફથી ઔપચારિક મંજૂરી મળી નથી. આ સમાચાર એવા સમયે આવ્યા છે જ્યારે ટીમ ઈન્ડિયા ૧૩ સપ્ટેમ્બરે દિલ્હીમાં અફઘાનિસ્તાનનો સામનો કરશે. આ પછી, ટીમ ઈન્ડિયા પાસે ઘણી મહત્વપૂર્ણ શ્રેણી રમવાની છે.
ક્રિકબઝના અહેવાલ મુજબ, કમલેશ જૈન હાલમાં નવી દિલ્હીમાં ભારતીય ટીમ સાથે છે. ટીમ ૧૩ સપ્ટેમ્બરથી અફઘાનિસ્તાન સામે ત્રણ મેચની ટી ૨૦ શ્રેણી રમવાની છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, જૈન હાલમાં ત્રણ મહિનાના નોટિસ પિરિયડ પર છે અને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ તરફથી મુક્તિની રાહ જાેઈ રહ્યા છે. જાે સંપૂર્ણ નોટિસ પિરિયડ અમલમાં આવે, તો ન્યૂઝીલેન્ડ પ્રવાસ ટીમ ઈન્ડિયા સાથે તેમનો છેલ્લો કાર્યકાળ હોઈ શકે છે. ભારતનો ન્યૂઝીલેન્ડ પ્રવાસ ડિસેમ્બરની શરૂઆતમાં પૂર્ણ થવાનો છે. જાેકે,બીસીસીઆઇ ઈચ્છે તો તેમને વહેલા મુક્ત કરી શકે છે.ચેન્નાઈના રહેવાસી કમલેશ જૈન જૂન ૨૦૨૨માં ભારતીય ટીમના ફિઝિયો બન્યા હતા. તેમણે અગાઉ કોલકાતા નાઈટ રાઈડર્સ સાથે સેવા આપી હતી. રાહુલ દ્રવિડના મુખ્ય કોચ તરીકેના કાર્યકાળ દરમિયાન, મ્ઝ્રઝ્રૈંએ તેમને ટીમ ઈન્ડિયાના સપોર્ટ સ્ટાફમાં સામેલ કર્યા હતા. જૈને નીતિન પટેલની જગ્યાએ ટીમમાં સ્થાન લીધું હતું. પટેલ બાદમાં બેંગલુરુ સ્થિત સેન્ટર ઓફ એક્સેલન્સમાં જાેડાયા. જાેકે, તેઓ પણ ટીમ છોડીને મુંબઈ ઈન્ડિયન્સમાં જાેડાયા છે.સૂત્રોના જણાવ્યા અનુસાર, સતત મુસાફરીને કારણે જૈને ટીમ ઈન્ડિયા સાથેની તેમની ભૂમિકા છોડી દેવાનો ર્નિણય લીધો. એવું કહેવામાં આવી રહ્યું છે કે તે પોતાના પરિવાર સાથે વધુ સમય વિતાવવા માંગે છે. તેને ટીમ ઈન્ડિયા સાથે કામ કરવાનો આનંદ આવે છે, પરંતુ તેના પરિવારને કારણે, તે સતત મુસાફરી ટાળવા માંગે છે. આ બાબતે બીસીસીઆઇ તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આવી નથી.