વસ્ત્રાલમાં ફટાકડાની ગેરકાયદે ફેક્ટરીમાં બ્લાસ્ટ મામલે એક મહિલા સહિત ત્રણ આરોપીઓની પોલીસે ધરપકડ કરી
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
19, જુલાઈ 2026  |   1980

અમદાવાદના વસ્ત્રાલમાં ગેરકાયદે ફટાકડાના એકમમાં થયેલા ભીષણ ધડાકા બાદ તંત્ર હરકતમાં આવ્યું છે. કોઈપણ મંજૂરી વગર ચાલતી આ ફેક્ટરીમાં માત્ર નફાની લાલચે શ્રમિકોની સુરક્ષાને નેવે મૂકવામાં આવી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. આ કરુણ દુર્ઘટનામાં ૯થી વધુ લોકોના મોત થયા છે અને ૬ વ્યક્તિઓ ગંભીર હાલતમાં સારવાર હેઠળ છે. રામોલ પોલીસે મુખ્ય સંચાલક મેહુલ ડોડીયા, રમીલાબેન અને સાદીક સૈયદ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી તેમની અટકાયત કરી છે. હાલ ક્રાઈમ બ્રાન્ચ આ સમગ્ર મામલે વધુ તપાસ ચલાવી રહી છે.

પોલીસ કમિશનર ગેહલોત તો એવું કહે છે કે, રથયાત્રામાં વ્યસ્ત હોવાથી પોલીસ ૧૦-૧૫ દિવસ તપાસ કરી ન હતી અને તેનો લાભ લઈને આરોપીએ ફેક્ટરી શરૂ કરી દીધી હતી. અમદાવાદ પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે જણાવ્યું હતું કે, ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના બની ત્યારે મેહુલ ડોડિયા હાજર હતો. તેને ઇજા પણ થઈ છે અને આરોપી ત્યાંથી ફરાર થઈ ગયો હતો. ત્યારબાદ સંચાલક માતા રમીલાબેન-પુત્ર મેહુલ અને ભાગીદાર સાદીક સૈયદની ધરપકડ કરાઈ છે. મેહુલની માતા રમીલાબેનના કાનના પડદા જતા રહ્યાં છે. આ ફેક્ટરી બંધ કરાવવામાં આવી હતી.દાહોદથી મજૂરો લાવીને છેલ્લા ૨૫ દિવસથી ફેક્ટરી ચલાવવામાં આવતી હતી. ગણેશ ચતુર્થી માટે ફટાકડાનો ઓર્ડર મળતા તેને બનાવવાની શરૂઆત કરી હતી. ફેક્ટરીનો ભાગીદાર સાદિક ૧૫ દિવસ અગાઉ ખેડાના કપડવંજમાં ફટાકડાની ફેક્ટરીમાં જે આગ લાગવાની ઘટના બની હતી તેમાં પણ ભાગીદાર હતો. ત્યાં જે જગ્યા પર ઘટના બની હતી તે જગ્યા પણ સાદિકની જ હોવાનું જાણવા મળ્યું છે. રામોલમાં પેપર ઉપર ક્યાંય પણ તેની ભાગીદારી જાેવા મળી નથી. જાેકે મ્યુચ્યુઅલ પૈસાની અને અન્ય ભાગીદારીમાં સામેલ છે. વર્ષ ૨૦૧૩માં ફટાકડાની ફેક્ટરી બનાવવાની શરૂઆત કરી હતી, જાેકે વર્ષ ૨૦૧૪માં બ્લાસ્ટની ઘટના બની હતી, જેમાં એક વ્યક્તિનું મોત થયું હતું. ત્યારબાદ લાયસન્સ રદ કરી દેવામાં આવ્યું હતું. વર્ષ ૨૦૨૦માં ફરીથી મેહુલ ડોડિયાએ લાયસન્સ મેળવ્યું હતું અને ફેક્ટરી ચાલુ કરી હતી. ફાયર ર્દ્ગંઝ્ર અને લાયસન્સ લેવામાં આવ્યું હતું. ૪ માર્ચ ૨૦૨૬ના રોજ તેનું લાયસન્સ પૂરું થયું હતું, ત્યારબાદ રામોલ પોલીસ દ્વારા બંધ કરાવવામાં આવી હતી.વર્ષ ૨૦૨૬માં માર્ચ મહિનામાં લાયસન્સ પૂરું થઈ ગયું હતું ત્યારબાદ તેણે ગેરકાયદેસર ફેક્ટરી શરૂ કરી હતી. માર્ચ ૨૦૨૬માં ફેક્ટરી બંધ કરાવી દેવામાં આવી હતી ત્યારબાદ તેના ફોટોગ્રાફ્સ પણ પોલીસ કમિશનર ઓફિસમાં જમા કરાવવામાં આવેલા હતા. રામોલ પોલીસ સ્ટેશનમાં કોઈપણ પ્રકારની ફેક્ટરી બંધ થયા પછી અરજી પણ કરવામાં આવી નથી. ગેરકાયદેસર રીતે તેઓ ફેક્ટરી ચલાવતા હતા અને રથયાત્રાના બંદોબસ્તમાં પોલીસ વ્યસ્ત હતી ત્યારે આ ફેક્ટરી ચાલુ કરી છે કે નહી તેની તપાસ કરી શકી નહોતી અને જે દરમિયાન આ બનાવ બનેલો છે. જમીન ભાડે આપનાર અંગે પણ તપાસ કરવામાં આવશે.’ આ ફેક્ટરીને ૨૯ જુલાઈ ૨૦૨૬ સુધીની ફાયર એનઓસી આપવામાં આવેલી છે. એક્સપ્લોઝિવ એક્ટ હેઠળ ૧૫ કિલો જથ્થો હોવો જાેઈએ જાે કે સ્થળ ઉપરથી વધુ પ્રમાણમાં મળી આવ્યો છે જેથી તેને લઈને પણ તપાસ કરવામાં આવશે. કામદારોનું ઇન્સ્યોરન્સ હોવું જાેઈએ ત્યારે તે બાબતે પણ અમે તપાસ કરીશું અને કામદારને અહીંયા લઈને આવ્યા છે ત્યારે ઇન્સ્યોરન્સ હોવાની શક્યતા નથી. ફાયરના કારણે લાયસન્સ રદ કરવામાં આવ્યું હોય એવું નથી. પરંતુ સ્ટ્રકચર સ્ટેબિલિટી, દ્ગછ જમીન, કામદારોના ઈન્સ્યોરન્સ અને ઇલેક્ટ્રીક સર્ટિફિકેટ અન્ય કારણોસર પોલીસનું લાયસન્સ રદ કરી દેવામાં આવ્યું હતું. જમીન માલિક, મજૂર લાવનાર વ્યક્તિ, ફાઇનાન્સર અને ગન પાવડર લાવનાર કોણ હતો તે વગેરે અંગેની અમે તપાસ કરીશું. ગુજરાત સરકાર તરફથી જે સહાય જાહેર કરવામાં આવી છે તે ઝડપી મળે તે પ્રમાણે કાર્યવાહી કરાશે. મૃતકો અને ભોગ બનનારને ઝડપથી ન્યાય મળે તે માટે પોલીસ દ્વારા તમામ પુરાવાઓ ભેગા કરી અને ઝડપથી ચાર્જશીટ કરીશું. રામોલ પોલીસે ફેક્ટરીના સંચાલક રમીલાબેન ડોડિયા, મેહુલ ડોડિયા તેમજ ભાગીદાર સાદીક સૈયદ વિરૂદ્ધ સહિત ભારતીય ન્યાય સંહિતા (મ્દ્ગજી) અને વિસ્ફોટક કાયદા હેઠળ ગુનો નોંધી કડક કાર્યવાહી હાથ ધરી છે.

અમદાવાદ શહેર પોલીસ દ્વારા ગ્રામ્ય પોલીસ સાથે સંકલન કરી અને અલગ અલગ જગ્યાઓ પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. આસપાસના વિસ્તારમાં જ્યાં પણ આવી ફેક્ટરીઓ ચાલતી હોય ત્યાં બંધ કરાવીશું અને સંપૂર્ણપણે ફેક્ટરીઓને ડિમોલેશન કરી અને ત્યાં સ્ટ્રક્ચર પણ ન રહે તે પ્રમાણે કાર્યવાહી કરાશે. રામોલ વિસ્તારમાં જ માત્ર ૧૨ જેટલી ફેક્ટરીઓ હતી તેને બંધ કરાવવામાં આવી છે. તેમજ એક ફેક્ટરી કાયદેસર રીતે ચાલી રહી છે. જ્યારે આસપાસમાં પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.’ મોટાભાગના મૃતક દાહોદના સંજેલી ગામના રહેવાસી છે અને એક મૃતક ઉમરેઠ તેમજ એક મૃતક કપડવંજનો અને વસ્ત્રાલ વિસ્તારનો રહેવાસી છે.

અમદાવાદ અને કપડવંજમાં થયેલા ફટાકડાની ફેક્ટરી બ્લાસ્ટ કેસ વચ્ચે કનેક્શન સામે આવ્યું

અમદાવાદ અને ખેડા જિલ્લાના કપડવંજમાં થયેલા ફટાકડાની ફેક્ટરી બ્લાસ્ટ કેસ વચ્ચે હવે મહત્વપૂર્ણ કનેક્શન સામે આવ્યું છે. અમદાવાદની ફટાકડાની ફેક્ટરીમાં થયેલા ભયાનક બ્લાસ્ટ કેસમાં ઝડપાયેલા આરોપી સાદ્દીક સૈયદ કપડવંજની ફટાકડાની ફેક્ટરીમાં પણ ભાગીદાર હોવાનું તપાસમાં સામે આવ્યું છે. આ ખુલાસા બાદ બંને બ્લાસ્ટ કેસ વચ્ચે સંબંધ હોવાની દિશામાં તપાસ વધુ તેજ કરવામાં આવી છે.


© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution