રૂા.૧.૫૪ કરોડનો પોષડોડાનો જથ્થો ઝડપાયો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
09, ઓક્ટોબર 2026  |   1881

અમદાવાદ ગ્રામ્ય પોલીસની સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રુપ દ્વારા ગેરકાયદે નશાકારક પદાર્થોની તસ્કરી સામે એક પ્રશંસનીય અને અત્યંત મહત્ત્વપૂર્ણ કામગીરી કરવામાં આવી છે.  ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે ધોળકા રોડ પર સફળ વોચ ગોઠવીને એક શંકાસ્પદ ટ્રકને આંતરવામાં આવી હતી. આ ટ્રકની સઘન તપાસ દરમિયાન અંદરથી કરોડો રૂપિયાની કિંમતનો ગેરકાયદે પોસ ડોડાનો મોટો જથ્થો મળી આવતાં પોલીસ તંત્રમાં ભારે સળવળાટ મચી ગયો છે. પોલીસ ટીમે સ્થળ પર જ તપાસ હાથ ધરી વજન કરાવતાં ટ્રકમાં રહેલા ૩૭ જેટલા કોથળાઓમાંથી કુલ ૭૦૦ કિલોગ્રામ પોસ ડોડા મળી આવ્યો હતો. આ ઝડપાયેલા પોસ ડોડાની આંતરરાષ્ટ્રીય બજારમાં અંદાજિત કિંમત ૧,૦૪,૫૦,૦૦૦ રૂપિયાથી વધુ થાય છે. નશીલા પદાર્થની સાથે પોલીસે તસ્કરીમાં ઉપયોગમાં લેવાયેલ રૂ. ૨૦ લાખની કિંમતનો ટ્રક તેમજ અન્ય સાધન-સામગ્રી કબ્જે કરી છે. આ રીતે પોલીસે કુલ મળીને રૂ. ૧.૫૪ કરોડથી વધુની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.પ્રાથમિક તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે નશાકારક પદાર્થનો આ જથ્થો મધ્ય પ્રદેશથી ભરીને કચ્છ વિસ્તારમાં સ્થાનિક સ્તરે સપ્લાય કરવા માટે લઈ જવામાં આવી રહ્યો હતો. પોલીસે દરોડા દરમિયાન ઘટનાસ્થળેથી જ ટ્રકના માલિક ભેરારામ રામારામ તરડ (રહે. બાડમેર, રાજસ્થાન)ની અટકાયત કરી તેની ધરપકડ કરી લીધી છે.આટલી મોટી માત્રામાં પોસ ડોડાનો જથ્થો મધ્ય પ્રદેશથી કોણે મોકલ્યો હતો અને કચ્છમાં કયા ડ્રગ્સ માફિયા કે બુટલેગરને પહોંચાડવાનો હતો તે દિશામાં ર્જીંય્ પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. પકડાયેલા રાજસ્થાની આરોપીની સઘન પૂછપરછ હાથ ધરીને આંતરરાજ્ય ડ્રગ્સ સિન્ડિકેટનું આખું નેટવર્ક ખુલ્લું પાડવા પોલીસે આગળની કાનૂની તજવીજ તેજ કરી છે.


© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution