પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ પારિવારિક શાંતિ અભિયાન
30, ડિસેમ્બર 2022 495   |  

અમદાવાદઃ પારિવારિક શાંતિ અભિયાન – આંકડાકીય દૃષ્ટિએ ૩૧ જાન્યુઆરી, ૨૦૨૨ થી ૧૫ એપ્રિલ, ૨૦૨૨ સુધી ૧૭ રાજ્યોમાં યોજાયું પારિવારિક શાંતિ અભિયાન,૨૪ લાખ ઘરોનો સંપર્ક કરવામાં આવ્યો ૭૨ હજાર કરતાં વધુ પુરુષ-મહિલા સ્વયંસેવકો જાેડાયા.૧૦ હજાર કરતાં વધુ શહેર-ગામડાઓમાં સંપર્ક ૭૨ લાખ માનવ કલાકોનું સમયદાન ૬૦ લાખ વ્યક્તિઓને પારિવારિક શાંતિની પ્રેરણા આપી પારિવારિક શાંતિ અભિયાન – ફળશ્રુતિ ૧૯ લાખ કરતાં વધુ પરિવારોએ સમૂહ ભોજનનો સંકલ્પ કર્યો ૧૦ લાખ કરતાં વધુ પરિવારોએ સમૂહ આરતી-પ્રાર્થના કરવાનો સંકલ્પ કર્યો ૪ લાખ કરતાં વધુ પરિવારોએ ઘરસભા કરવાનો સંકલ્પ કર્યો ૨૦૦૩માં બી. એ. પી . એસ બાળપ્રવૃતિ સુવર્ણ મહોત્સવ નિમિત્તે ૧૭,૫૦૦ બાળ-બલિકાઓ દ્વારા ‘આદર્શ કુટુંબ અભિયાન’ હેઠળ ૪,૭૫,૦૦૦ ઘરોનો સંપર્ક કરવામાં આવ્યો હતો આદર્શ કુટુંબ અભિયાન – ૨૦૦૩ - ફળશ્રુતિ ૨,૫૦,૦૦૦ લોકોએ માતા-પિતાને પંચાંગ પ્રણામનો નિયમ લીધો ૧,૯૩,૦૦૦ લોકોએ વ્યસનમુક્ત જીવનનો નિયમ લીધો. ૨,૪૦,૦૦૦ લોકોએ નિત્ય ઘરસભાનો નિયમ લીધો વિરલ સંત વિભૂતિ પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજે અસંખ્ય લોકોને ઉચ્ચ જીવનની રાહ ચીંધીને સશક્ત રાષ્ટ્રના નિર્માણમાં અવિસ્મરણીય યોગદાન આપ્યું છે. ‘ વસુધૈવ કુટુમ્બકમ્’ – સમગ્ર વિશ્વને પોતાનો પરિવાર સમજનાર પ્રમુખસ્વામી મહારાજે પોતાનાં ૯૫ વર્ષના જીવનકાળ દરમિયાન સતત વિચરણ કરીને દેશ-વિદેશના અનેક પરિવારોને તૂટતાં બચાવ્યા હતા, પરિવારોને સુગ્રથિત કર્યા હતા. પ્રમુખસ્વામી મહારાજના શતાબ્દી ઉત્સવ ઉપક્રમે સમાજના પ્રત્યેક પરિવાર સુધી પારિવારિક એકતાના સંદેશને પ્રસરાવવાનો આદેશ પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજે આપ્યો.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution