પ્રેમા રાવતની મહિલા ટી૨૦માં સૌથી ઝડપી ફિફ્ટી
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
03, નવેમ્બર 2026  |   1782


પ્રેમા રાવતે પુણેમાં રમાઇ રહેલી મહિલા સ્થાનિક ટી૨૦ ટ્રોફીમાં ૧૪ બોલમાં અડધી સદી ફટકારીને ઇતિહાસ રચ્યો છે. પ્રેમા હવે મહિલા ટી૨૦ ક્રિકેટમાં સૌથી ઝડપી અડધી સદી ફટકારનાર વિશ્વની નંબર ૧ ક્રિકેટર બની ગઈ છે. તેણે પાકિસ્તાની ખેલાડી ફાતિમા સનાનો વિશ્વ રેકોર્ડને તોડી નાખ્યો છે.

ઉત્તરાખંડની ૨૪ વર્ષીય પ્રેમા રાવતે પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના ક્રિકેટ સ્ટેડિયમ ખાતે હૈદરાબાદ સામે બેટિંગ કરતા માત્ર ૧૪ બોલમાં અડધી સદી ફટકારીને પોતાની ક્રિકેટ પ્રતિભા દર્શાવી. તેણે ૩ ચોગ્ગા અને ૬ છગ્ગા ફટકારીને આ સિદ્ધિ હાંસલ કરી હતી. તેણે ફક્ત ચોગ્ગા અને છગ્ગાથી જ ૪૮ રન બનાવી લીધા હતા. પ્રેમા રાવત મહિલા ટી૨૦ ક્રિકેટ ઇતિહાસમાં સૌથી ઓછા બોલમાં અડધી સદી ફટકારનાર વિશ્વની નંબર એક ખેલાડી બની ગઈ છે. અગાઉ, આ રેકોર્ડ પાકિસ્તાની ક્રિકેટર ફાતિમા સનાના નામે હતો. ફાતિમાએ ૧૫ બોલમાં અડધી સદી ફટકારી હતી.

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડએ ડોમેસ્ટિકે પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પ્રેમા રાવતની વિસ્ફોટક ઇનિંગ્સનો વીડિયો વાયરલ કર્યો છે. આ વીડિયો ૧ મિનિટ ૮ સેકન્ડનો છે., જેમાં પ્રેમા રાવત એક પછી એક ચોગ્ગા અને છગ્ગા ફટકારતી જાેવા મળેી રહી છે. પ્રેમા રાવતે બેટિંગની સાથે બોલિંગમાં પણ પોતાનું કૌવત દાખવ્યું હતું. પોતાની બોલિંગથી હૈદરાબાદ ટીમના ખેલાડીઓને ચકિત કરી દધા હતા. તેણે પૂરી ચાર ઓવર બોલિંગ કરી હતી. જેમાં માત્ર ૧૨ રન આપીને ૨ વિકેટ પણ ખેરવી હતી. ૨૪ વર્ષીય ખેલાડી પ્રેમા રાવતએ ટીમ ઇન્ડિયામાં રમતી વેળા સાત ટી૨૦ આંતરરાષ્ટ્રીય મેચ પણ રમી છે, જેમાં સાત વિકેટ લીધી છે અને ૧૩ રન બનાવ્યા છે. આ ડોમેસ્ટિક મેચમાં ઉત્તરાખંડે પુણેના એમસીએ ગ્રાઉન્ડ પર ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો ર્નિણય લીધો હતો. ઉત્તરાખંડે રાઘવી બિષ્ટ (૫૦ બોલમાં ૭૨ રન), કરીના (૩૪ બોલમાં ૪૪ રન) અને પ્રેમા રાવત (૧૪ બોલમાં ૫૦ રન) ની શાનદાર ઇનિંગ્સને કારણે ૨૦ ઓવરમાં બે વિકેટ ગુમાવીને ૧૮૭ રન બનાવ્યા હતા. જેના જવાબમાં, હૈદરાબાદની આખી ટીમ ૨૦ ઓવરમાં ૮ વિકેટ ગુમાવીને માત્ર ૯૮ રનજ બનાવી શકી હતી. આ રીતે ઉત્તરાખંડે હૈદરાબાદ ટીમ વિરુદ્ધ ૮૯ રનથી મોટી જીત નોંધાવી હતી.પ્રેમા રાવતે બોલિંગમાં પણ સારું પ્રદર્શન કર્યું, ચાર ઓવરમાં ૧૨ રન આપીને બે વિકેટ લીધી.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution