લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
22, નવેમ્બર 2026 |
2376
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગામી ડિસેમ્બરમાં થનારા કેનેડા પ્રવાસ પહેલાં ભારત અને કેનેડા વચ્ચે વેપાર કરારને લઈને ગતિવિધિઓ તેજ બની છે.
બંને દેશો દ્વિપક્ષીય વ્યાપક આર્થિક ભાગીદારી કરાર (ઝ્રઈઁછ)ને અંતિમ સ્વરૂપ આપવા માટે સક્રિય રીતે આગળ વધી રહ્યા છે. આ દિશામાં નવી દિલ્હીમાં યોજાયેલી વેપાર વાટાઘાટોના છઠ્ઠા તબક્કાની બેઠક સફળતાપૂર્વક પૂર્ણ થઈ છે. વાટાઘાટો દરમિયાન અનેક મહત્ત્વના મુદ્દાઓ પર સહમતી સધાઈ છે, જ્યારે કેટલાક પ્રકરણોને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું છે.
ભારત અને કેનેડા વચ્ચે ઝ્રઈઁછને લઈને સામસામે વાટાઘાટોનો છઠ્ઠો રાઉન્ડ ૧૧થી ૨૦ નવેમ્બર દરમિયાન નવી દિલ્હીમાં યોજાયો હતો. આ બેઠકમાં બંને દેશોના ઉચ્ચ અધિકારીઓ અને વાટાઘાટકારોએ ભાગ લીધો હતો.
ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ મુખ્ય વાટાઘાટકાર બ્રિજ મોહન મિશ્રાએ કર્યું હતું, જ્યારે કેનેડિયન પ્રતિનિધિમંડળનું નેતૃત્વ મેરી-કેથરિન સ્પીયર્સે કર્યું હતું. ભારતીય વાણિજ્ય સચિવ રાજેશ અગ્રવાલ અને કેનેડાના નાયબ મંત્રી ગ્લેન પ્યૂર્વ્સે પણ બેઠક દરમિયાન થયેલી પ્રગતિની સમીક્ષા કરી હતી.
છઠ્ઠા રાઉન્ડની વાટાઘાટોમાં માલસામાન અને સેવાઓના વેપાર, ઉત્પાદનોના મૂળ દેશ સંબંધિત નિયમો, વેપાર વિવાદોના ઉકેલ, બૌદ્ધિક સંપદા અધિકારો અને રોકાણને પ્રોત્સાહન આપવા જેવા મહત્ત્વના મુદ્દાઓ આવરી લેવામાં આવ્યા હતા.
વાણિજ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, બંને દેશોના વાટાઘાટ જૂથોએ રચનાત્મક અને વ્યવહારુ ચર્ચા કરી હતી. બંને પક્ષોએ સંતુલિત અને વ્યાપક કરાર તૈયાર કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. આ કરારથી ખેડૂતો, ઉદ્યોગો, વેપારીઓ અને સૂક્ષ્મ, નાના તથા મધ્યમ ઉદ્યોગોને લાભ પહોંચાડવાનો હેતુ છે.
ભારતીય હાઈ કમિશન દ્વારા ૧૬ ઓક્ટોબરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઠ પર કરવામાં આવેલી જાહેરાત મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૧૧ અને ૧૨ ડિસેમ્બરે કેનેડાની મુલાકાત લેવાના છે.
જાેકે, વાણિજ્ય મંત્રાલયે આ પ્રવાસનું સત્તાવાર સમયપત્રક જાહેર કર્યું ન હતું. બંને દેશો હવે ઓનલાઈન ચર્ચા દ્વારા બાકી રહેલા મુદ્દાઓનો ઉકેલ લાવવાના પ્રયાસો કરશે, જેથી વડાપ્રધાન મોદીની પ્રસ્તાવિત મુલાકાત દરમિયાન વેપાર, રોકાણ અને ઊર્જા સહયોગના ક્ષેત્રોમાં નક્કર પ્રગતિની જાહેરાત કરી શકાય.
વેપાર કરાર ઉપરાંત ભારત અને કેનેડા વચ્ચે ઊર્જા ક્ષેત્રમાં સહયોગ વધારવાની પણ તૈયારીઓ ચાલી રહી છે. પ્રસ્તાવિત યોજના હેઠળ બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય ઊર્જા પુરવઠા શૃંખલા વિકસાવવાનો પ્રયાસ કરવામાં આવશે. આ વ્યવસ્થા અંતર્ગત ભારત કેનેડાથી ક્રૂડ ઓઇલ અને કુદરતી ગેસની આયાત કરી શકે છે. બીજી તરફ કેનેડાને ભારતમાંથી શુદ્ધ પેટ્રોલિયમ ઉત્પાદનોનો પુરવઠો મળી શકે છે. આ ઉપરાંત ટેકનોલોજી, સુરક્ષા અને લોકો વચ્ચેના સંપર્કો વધારવા જેવા ક્ષેત્રોમાં પણ ભાગીદારી મજબૂત બનાવવાનો ઇરાદો છે.
પ્રસ્તાવિત કરારથી ભારત અને કેનેડા વચ્ચે વેપાર અને રોકાણની નવી તકો ઊભી થવાની આશા છે. સાથે જ વૈશ્વિક પુરવઠા શૃંખલાને વધુ મજબૂત અને વૈવિધ્યસભર બનાવવામાં મદદ મળી શકે છે. હવે બંને દેશોની નજર બાકી રહેલી વાટાઘાટો પૂર્ણ કરીને કરારને અંતિમ સ્વરૂપ આપવા પર છે. વડાપ્રધાન મોદીના સંભવિત કેનેડા પ્રવાસ દરમિયાન આર્થિક સંબંધોને નવી દિશા મળે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.