પ્રોપર્ટી વિવાદ: બિગ-બીના જલસા બંગલાની માલિકીને લઈને દેરાણી-જેઠાણી આમને-સામને 
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
15, નવેમ્બર 2026  |   2574

બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચનના મુંબઈ સ્થિત બંગલા ‘જલસા’ને લઈને વિવાદ શરૂ થયો છે. પહેલાં બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ મળ્યા બાદ હવે બિગ-બીના ભાઈ અજિતાભની પત્ની રમોલાએ બંગલો જયા બચ્ચનના નામે ટ્રાન્સફર કરવામાં આવ્યો હોવા પર સવાલ ઉઠાવ્યો છે. રમોલાએ છેલ્લા ૭ મહિનામાં રજિસ્ટ્રાર ઓફિસમાં તેની ઘણી વખત ફરિયાદ કરી છે. તેમનું કહેવું છે કે તેમની જાણકારી વિના બંગલાની માલિકી જયા બચ્ચનના નામે ટ્રાન્સફર કરી દેવામાં આવી છે. અંગ્રેજી મીડિયામાં પ્રસિદ્ધ થયેલાં રિપોર્ટ મુજબ, રમોલા બચ્ચનનો દાવો છે કે ‘જલસા’ અગાઉ તેમના નામે રજિસ્ટર્ડ હતો. ત્યારબાદ ૧૯૯૩ની એક ગિફ્ટ ડીડ દ્વારા તેની માલિકી જયા બચ્ચનના નામે કરી દેવામાં આવી. રમોલાએ આ ટ્રાન્સફરની માન્યતા પર સવાલ ઉઠાવતા કહ્યું છે કે તેમને તેની જાણકારી નહોતી અને ન તો તેમણે તેના માટે પોતાની સંમતિ આપી હતી. રિપોર્ટ મુજબ, કપોલ હાઉસિંગ સોસાયટીના રેકોર્ડમાં જયા બચ્ચનને બંગલાની માલિક દર્શાવવામાં આવી છે, જ્યારે મહારાષ્ટ્ર સરકારના પ્રોપર્ટી કાર્ડમાં હજુ પણ રમોલા બચ્ચનનું નામ નોંધાયેલું છે. રિપોર્ટ્સ અનુસાર, સરકારી રેકોર્ડમાંથી રમોલાનું નામ હટાવીને જયા બચ્ચનનું નામ નોંધાવવાના પ્રયાસો બાદ આ વિવાદ ફરી સામે આવ્યો છે. આ મામલે અંધેરીના ડેપ્યુટી રજિસ્ટ્રાર ઑફ કો-ઑપરેટિવ સોસાયટીઝના અધિકારી ફૈઝ મુલાનીએ ફરિયાદ મળ્યાની પુષ્ટિ કરી છે. મીડિયાના અહેવાલ મુજબ, તેમણે જણાવ્યું કે મામલે સુનાવણી શરૂ થઈ ગઈ છે અને સંબંધિત પક્ષોને પોતાનો જવાબ દાખલ કરવા કહેવામાં આવ્યું છે. 


૧૯૯૩ની ગિફ્ટ ડીડ પર પણ ઉઠ્યા સવાલો ૧૯૯૩ની ગિફ્ટ ડીડ પર પણ ઉઠ્યા સવાલો

રમોલાએ માત્ર માલિકીના હકના હસ્તાંતરણને જ નહીં, પરંતુ તે પ્રક્રિયાને પણ પડકારી છે, જેના હેઠળ ૧૯૯૩માં ગિફ્ટ ડીડ તૈયાર કરવામાં આવી હતી. તેમની ફરિયાદ મુજબ, આ દસ્તાવેજ સ્ટેમ્પ ડ્યૂટી ચૂકવ્યા વિના સાદા કાગળ પર તૈયાર કરવામાં આવ્યો હતો. તેમાં સાક્ષીઓની સહી પણ નહોતી. તેમણે આ દસ્તાવેજના બાદમાં થયેલા રજિસ્ટ્રેશન અને મહારાષ્ટ્ર સરકારની ‘અભય યોજના’ હેઠળ તેને નિયમિત કરવાની પ્રક્રિયા પર પણ સવાલ ઉઠાવ્યા છે.


અજિતાભ-રમોલા લંડનમાં હતા : ૨૦૨૫માં ભારત પાછા ફર્યા

અજિતાભ બચ્ચન હાલમાં ક્યાં રહે છે તે અંગે કોઈ સ્પષ્ટ માહિતી નથી. અગાઉ તેઓ લંડનમાં રહેતા હતા; ૨૦૦૨માં ‘રેડિફ’ સાથેના એક ઇન્ટરવ્યૂમાં તેમણે જણાવ્યું હતું કે તેઓ લંડનના હેમ્પસ્ટેડ વિસ્તારમાં તેમની પત્ની રમોલા અને બાળકો સાથે રહે છે. ‘ધ ટેલિગ્રાફ’ના ૨૦૧૨ના એક અહેવાલ મુજબ, તેઓ મુંબઈ પરત ફર્યા હતા અને જુહુમાં આવેલા બચ્ચન પરિવારના બંગલા ‘પ્રતીક્ષા’માં રહેતા હતા. ૨૦૨૫ના એક અહેવાલ અનુસાર, અજિતાભ અને તેમનો પરિવાર લાંબા સમય સુધી લંડનમાં રહ્યા બાદ ભારત પરત ફર્યા હતા. જાેકે, હાલની સ્થિતિ હજુ પણ અસ્પષ્ટ છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution