દિલ્હી-

પબજી મોબાઈલ ઈન્ડિયાની વાપસી ભારતમાં Battlegrounds Mobile Indiaના નામથી થઈ રહી છે. કંપનીએ તાજેતરમાં જ પબજી મોબાઈલ ઈન્ડિયાના તમામ સોશ્યલ મીડિયા પેજનું નામ બદલ્યું છે અને કંપનીએ રજીસ્ટ્રેશનની જાહેરાત કરી છે. ગુગલ પ્લે સ્ટોરમાંથી બેટવગ્રાઉન્ડ મોબાઈલ ઈન્ડિયાનું રજિસ્ટ્રેશન શરૂ થઈ ગયું છે. જોકે ગેમના લોન્ચિંગને લઈને કંપનીએ હજુ સુધી કોઇ અધિકારીક તારીખ જાહેર કરી નથી. મહત્વનું છે કે ગયા વર્ષે સપ્ટેમ્બરમાં 118 અન્ય એપ્લીકેશનની સાથે પબજી મોબાઈલને પણ ભારતમાં પ્રતિબંધિત કરી દેવામાં આવી હતી.

ગુગલ પ્લે સ્ટોર પર BATTLEGROUNDS MOBILE INDIAના નામથી તમે ગેમ સર્ચ કરી શકો છો. જોકે આ નામથી અન્ય અનેક ગેમ જોવા મળશે. પરંતુ તમારે KRAFTON, Inc લખેલી ગેમ સર્ચ કરવાની રહેશે. KRAFTONએ જ આ ગેમ ડેવલોપ કરી છે. ગેમને સર્ચ કર્યા પછી તમારે 'pre-register'ના બટન પર ક્લિક કરીને પ્રી રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. Kraftonએ જણાવ્યું છે કે પ્રિ રજીસ્ટ્રેશન કરનાર પ્લેયરને ચાર એક્સક્લુઝિવ અવોર્ટ મળશે. જેમાં Recon Mask, Recon Outfit, Celebration Expert Title અને 300 AG નો સમાવેશ કરવામાં આવ્યો છે.

BATTLEGROUNDS MOBILE INDIAમાં પબજીમાં જોવા મળતો Sanhok મેપ પણ જોવા મળશે. ફેસબુક પોસ્ટમાં Sanhok મેપનું Ban Tai લોકેશન જોઈ શકાય છે. કંપની એમ પણ જણાવ્યું છે કે સમયાંતરે ગેમમાં નવા કન્ટેન્ટ ઉમેરવામાં આવશે. તેથી અપેક્ષા સેવાઈ રહી છે કે બેકગ્રાઉન્ડ મોબાઈલ ઈન્ડિયા મહદઅંશે પબજી જેવી જ હશે. ક્રાફ્ટોનના જણાવ્યા પ્રમાણે તેઓ ડેટા પ્રાઇવસી અને ડેટા સિક્યુરિટીને પહેલી પ્રથમ પ્રાથમિકતા આપી રહ્યા છે. ડેટા સિક્યોરિટી માટે કંપની અન્ય કંપનીઓ સાથે પણ કામ કરી રહી છે. BATTLEGROUNDS MOBILE INDIAના પ્લેયર્સની સમગ્ર માહિતી ભારતીય ડેટા સેન્ટર પર જ સ્ટોર થશે અને ભારત સરકારના નિયમોને આધીન હશે.કંપનીએ કર્યું છે કે, તેઓ 18 વર્ષથી ઓછી વયના તરૂણોને ગેમ રમવાની મંજૂરી નહીં આપે અને જો તેઓ રમવા માંગતા હોય તો તેમણે તેમના માતા-પિતાના મોબાઈલ નંબર કંપની સાથે શેર કરવાના રહેશે.